<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

મથુરામાં શાહી મસ્જિદ ઇદગાહને ઉડાવી દેવાની ધમકી :એક પાગલ યુવાને કાર લઈને પ્રવેશવાનો પ્રયાસ કર્યો:ધરપકડ

પોલીસે બંને કાચ તોડી યુવકને કસ્ટડીમાં લઈ ગોવિંદ નગર પોલીસને હવાલે કર્યો

મથુરા : એક યુવકે શાહી મસ્જિદ ઈદગાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપીને કારને ઈદગાહ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. યુવકની હરકતો જોઈ પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અડધા કલાકની જહેમત બાદ પોલીસે બંને કાચ તોડી યુવકને કસ્ટડીમાં લઈ ગોવિંદ નગર પોલીસને હવાલે કર્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જમુના પાર પોલીસ સ્ટેશન વિસ્તારના મીરા વિહાર કોલોનીમાં રહેતા

  પુષ્પેન્દ્રએ રવિવારે બપોરે 12:30 વાગ્યે વેગનઆર કાર લઈને ઈદગાહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ઇદગાહ પર ફરજ પરના પોલીસકર્મીઓએ કારને બેરિયર પાસે પ્રવેશતી જોઈ અને તેને રોકવાનો પ્રયાસ કર્યો

(6:03 PM IST)