<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

સરકારની તિજોરી છલકી : ઓગસ્ટમાં GST કલેક્શનમાં 10 ટકાનો વધારો:1.74 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું

ઑગસ્ટમાં ડોમેસ્ટિક મહેસુલી આવક 9.2 ટકા વધી:રૂ. 1.25 લાખ કરોડ પર પહોંચી: જીએસટીની ઈમ્પોર્ટસ પરની કુલ મહેસુલી આવક 12.5 ટકા વધી રૂ. 49,976 કરોડ પર પહોંચી

નવી દિલ્હી: જીએસટીનું ઑગસ્ટ મહિનાનું કુલ કલેક્શન 10 ટકા જેટલું વધીને રૂ. 1.75 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, એમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) મહેસુલી આવક ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં રૂ. 1.59 લાખ કરોડ હતી, જ્યારે જુલાઈમાં જીએસટીથી રૂ. 1.82 લાખ કરોડની આવક થઈ હતી.
ઑગસ્ટ 2024માં ડોમેસ્ટિક મહેસુલી આવકમાં 9.2 ટકાનો વધારો થયો હતો અને તે હવે રૂ. 1.25 લાખ કરોડ પર પહોંચી હતી. જીએસટીની ઈમ્પોર્ટસ પરની કુલ મહેસુલી આવકમાં 12.5 ટકાનો વધારો થયો હતો અને તે રૂ. 49,976 કરોડ પર પહોંચી ગઈ હતી.
આ મહિના દરમિયાન રૂ. 24,460ના રિફન્ડ આપવામાં આવ્યા હતા અને તેમાં એક વર્ષ પહેલાંના સમય કરતાં 38 ટકાનો વધારો નોંધાયો હતો. રિફંડને બાદ કર્યા બાદ જીએસટીની મહેસુલી આવકમાં 6.5 ટકાનો વધારો નોંધાયો છે અને તે રૂ. 1.50 લાખ કરોડ રહી છે.

જો નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીના GST કલેક્શનના આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલ પછીનો આ ત્રીજો સૌથી મોટો આંકડો છે. અત્યાર સુધીનું સૌથી વધુ GST કલેક્શન નાણાકીય વર્ષની શરૂઆતમાં હતું. જો નાણાકીય વર્ષ 25 માં GST કલેક્શનના મહિનાવાર આંકડા જોઈએ તો... એપ્રિલ 2024 રૂ. 2.10 લાખ કરોડ મે 2024 રૂ. 1.73 લાખ કરોડ જૂન 2024 રૂ. 1.74 લાખ કરોડ જુલાઈ 2024 રૂ. 1.82 લાખ કરોડ

(11:16 AM IST)