તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Monday, 2nd September 2024
પત્નીને પૌઆ ખાવાની ઈચ્છા થઈ પણ પતિએ બનાવી આપ્યા નહીં તો નારાજ થઈ ગઈ અને આત્મહત્યા કરી
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યોઃ પૌઆ બનાવવાને લઈને વિવાદ

ગ્વાલિયર,તા. ૨: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નવી પરણીને આવેલી મહિલાએ ફક્ત એટલા માટે આત્મહત્યા કરી લીધી કેમ કે તેને પૌઆ ખાવાની ઈચ્છા હતી અને તેનો પતિ તેને પૌઆ બનાવીને આપી શક્યો નહીં. આ ઘટના ગ્વાલિયરના મુરાર વિસ્તારની છે, જયાં ૧ વર્ષ પહેલા લગ્ન કરનારી બાલકિશન જાદૌન અને તેની પત્ની કવિતા વચ્ચે પૌઆ બનાવવાને લઈને વિવાદ થયો હતો. કવિતાએ પોતાના પતિને પૌઆ બનાવવા કહ્યું કે, પણ જયારે બાલકિશને પૌઆ બનાવ્યા નહીં તો કવિતા નારાજ થઈ ગઈ અને ગુસ્સામાં આવીને આત્મહત્યા જેવું ગંભીર પગલું ઉઠાવી લીધું.
આ ઘટના બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીદી છે અને આ મામલે તપાસ પણ શરુ કરી દીધી છે. પોલીસ દરેક એંગલથી આ કેસમાં તપાસ કરી રહી છે. જેથી સચ્ચાઈ સામે આવી શકે અને યોગ્ય કાર્યવાહી કરી શકાય.
આ ઘટના ગ્વાલિયરના મુરારા વિસ્તારની છે. બાલકિશન જાદૌન અને તેની પત્ની કવિતાના લગ્ન લગભગ એક વર્ષ પહેલા થયા હતા. શનિવારે કવિતાએ પોતાના પતિને પૌઆ ખાવાની ઈચ્છા જાહેર કરી હતી અને તેને બનાવવા માટે કહ્યું. પણ જયારે બાલકિશને પૌઆ નહીં બનાવે, તેવું કહ્યું તો કવિતા તેનાથી નારાજ થઈ ગઈ અને આત્મહત્યા કરી લીધી.
આ ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કવિતાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી દીધી છે. એડિશનલ એસપી નિરંજન શર્માના જણાવ્યા અનુસાર, કેમ કે કવિતા નવ પરિણીત હતી, એટલા માટે પોલીસ દહેજ પ્રતાડના સહિત દરેક પાસાની તપાસ કરી રહી છે. પતિના નિવેદન અનુસાર, વિવાદ ફક્ત પૌઆ ન બનાવાને લઈને હતો, જે બાદ કવિતાએ આ પગલું ભર્યું.
પોલીસે આ કેસની ગંભીરતા જોતા તમામ એંગલથી તપાસ કરી રહી છે. દહેજ પ્રતાડનાના એંગલથી પણ તપાસ કરી રહી છે. પોલીસે મૃતકના પતિ, સાસરિયાવાળા અને પિયર પક્ષના નિવેદન લઈ રહી છે, જેથી ઘટનાનું અસલી કારણ જાણી શકાય.
પોલીસે કહ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ કેસની તપાસ ઊંડાણપૂર્વક કરી શકાશે. જો કોઈ પણ પ્રકારના પ્રતાડનાના પુરાવા મળશે, તો આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસ દરેક શક્ય પાસાની તપાસ કરી રહી છે, જેથી સચ્ચાઈ સામે આવી શકે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
