<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

માતાની સેવા ન કરતાં દીકરા-વહુને કોર્ટે કહ્યું, ‘નીકળો ઘરની બહાર'

નવી દિલ્‍હી,તા. ૨૨: માબાપની સેવા કરવાથી સ્‍વર્ગ મળે છે પરંતુ સેવા ન કરો તો શું મળે એની દિલ્‍હીના પરિવારને હાઈ કોર્ટે ખબર પાડી દીધી છે. દીકરો-વહુ સુખેથી રાખતાં નહોતાં, ત્રાસ આપતાં અને દુર્વ્‍યવહાર કરતાં હોવાની ફરિયાદ લઈને ૮૦ વર્ષનાં વૃદ્ધા દિલ્‍હીની હાઈ કોર્ટમાં પહોંચ્‍યાં હતાં. ‘માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્‍યાણ અધિનિયમો'ની જોગવાઈઓ ટાંકીને વૃદ્ધાએ કોર્ટને કહ્યું કે મકાનનાં તેઓ એકમાત્ર અને નોંધાયેલાં માલિક છે. પુત્ર અને પુત્રવધૂએ માતા કે પિતાની સંભાળ લીધી નથી. વૃદ્ધાએ એવું પણ કહ્યું કે તેમના પુત્ર અને પુત્રવધૂ વચ્‍ચેના ખટરાગને કારણે સતત અસુવિધા અને તાણ રહે છે અને એ સ્‍થિતિ ‘ધીમા મૃત્‍યુ'જેવી છે.

ન્‍યાયમૂર્તિ સંજીવ નરુલાએ ૨૭ આઙ્ઘગસ્‍ટે કેસનો ચુકાદો આપ્‍યો હતો. કોર્ટે વૃદ્ધાનાં પુત્ર-પુત્રવધૂ અને પૌત્રોને ઘર ખાલી કરવાનો નિર્દેશ કર્યો છે. કોર્ટે આ નિર્દેશ કરતાં કહ્યું કે પુત્રવધૂને રહેવાનો કોઈ અનિવાર્ય અધિકાર નથી અને આ અધિકાર વિશે વરિષ્ઠ નાગરિક અધિનિયમ હેઠળ વરિષ્ઠ નાગરિકોને મળેલા રક્ષણ સાથે વિચાર કરવો જોઈએ અને એ વિચાર સિનિયર સિટિઝનને દુઃખ પહોંચાડનારા સભ્‍યોને બેદખલ કરવાની મંજૂરી આપે છે. ન્‍યાયમૂર્તિ નરુલાએ કહ્યું કે આ મુદ્દો વારંવાર થતા સામાજિક મુદ્દા પર પ્રકાશ પાડે છે. લગ્ન સંબંધી ક્‍લેશ માત્ર દંપતીના જીવનને જ નડતું નથી, પરંતુ વરિષ્ઠ નાગરિકોને પણ ઘણીખરી રીતે અસર કરે છે.

(9:58 AM IST)