<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

મોડી રાત્રે અકસ્‍માત થતા હોવાની માન્‍યતા ખોટીઃ સવારે ૯ થી રાત્રીના ૯ દરમિયાન થતા અકસ્‍માતની ટકાવારી ૬૫ ટકા

ટુ વ્‍હીલર પર મુસાફરી કરતા લોકોના વાહન અકસ્‍માતમાં વધુ મોત થતા હોવાનો ઘટસ્‍ફોટ :ગુજરાતમાં પગપાળા જતા ૧,૩૬૫ના લોકોના અકસ્‍માતમાં મોતઃ ૬૫૫૬ લોકોનો જીવ લેનાર ઓવરસ્‍પીડ પર અંકુશ જરૂરી

નવી દિલ્‍હી,તા. ૨: દેશમાં અકસ્‍માતની ઘટનાઓ સતત વધી રહી હોવાને કારણે સરકારી તંત્ર તેમજ પોલીસ દ્વારા તેણે નિયંત્રણમાં લાવવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ રોડ અકસ્‍માતની સંખ્‍યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં ૨૦૨૨માં ૧૬૫૪૯ લોકોએ જીવ ગૂમાવ્‍યો હતો.

રાજયમાં થઈ રહેલા અકસ્‍માતમાં ૪૫ ટકા મોત તો ટુવ્‍હીલર પર મુસાફરી કરતા વાહન ચાલકોના થયા છે. મોડી રાત્રે અકસ્‍માત વધુ થતા હોવાની માન્‍યતાને પણ ખોટી પાડતા આંકડા સ્‍ટેટ ક્રાઈમ રેકર્ડ બ્‍યૂરોના રીપોર્ટમાં છે. જે મુજબ સવારે ૯ થી રાત્રીના ૯ દરમિયાન થતા અકસ્‍માતની ટકાવારી ૬૫ ટકા છે. આમ મોડી રાત્રી, મધરાત્રી કે વહેલી પરોઢે થતા અકસ્‍માતની સંખ્‍યા ઓછી છે. પગપાળા પસાર થતા ૧૩૬૫ લોકોએ જીવ ગૂમાવ્‍યો તેમજ ઓવર સ્‍પીડને કારણે ૬૫૫૬ લોકોના મોત થયાની વિગતો ખુલી છે. આમ, ઓવર સ્‍પીડ અકસ્‍માતનું મુખ્‍ય કારણ હોવાનું ૭૫ લોકોના મોત થયાનો ઘટસ્‍ફોટ થતા તેની પર એક્‍શન લેવા જરૂરી હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાનું જોવા મળી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્‍યૂરોના રિપોર્ટ મુજબ રાજયમાં ૨૦૨૧માં ૧૫૭૭૧ ઘટના અકસ્‍માતની બની જેમાં ૧૫૨૦૦ રોડ અકસ્‍માત તેમજ ૫૭૧ રેલ અકસ્‍માતના બનાવો હતા. આ આંકડો ૨૦૨૨માં વધીને ૧૬૫૪૯ થયો જેમાં રોડ અકસ્‍માતના ૧૫૭૭૭ બનાવો જેમાં ૭૬૩૪ લોકોનો મોત થયા તેમજ રેલ અકસ્‍માતના ૭૭૨ બનાવોમાં ૭૮૩ લોકોના મોત થયા જેમાં ૬ મોતના બનાવો રેલ્‍વે ક્રોસીંગ પર બન્‍યા છે. અકસ્‍માતની ઘટના પાછળના કારણો જોવા જોઈએ તો ઓવર સ્‍પીડમાં વાહન ચલાવવાના કારણે ૬૫૫૬ લોકો નશો કરીને વાહન ચલાવવાના કારણે ૨૧ અને ખરાબ હવામાનને કારણે અકસ્‍માતમાં ૩૫૨ લોકોએ જીવ ગૂમાવ્‍યો છે. રાજયમાં કુલ અકસ્‍માતોમાં બીજા નંબરે સૌથી વધુ અકસ્‍માતો રહેણાંક વિસ્‍તારમાં થતા હોવાનું અને તેના કારણે અનેક લોકોએ જીવ ગૂમાવ્‍યાના દાખલા છે. રહેણાંક વિસ્‍તારમાં થતા અકસ્‍માતમાં ૧૭૯૧ લોકોએ જીવ ગૂમાવ્‍યાની વિગતો ખુલી છે.

(9:58 AM IST)