<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

‘‘પ્રેમ ના ફુલો''૧૪૮

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.

સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સંસારમાં સંન્‍યાસનો પ્રવેશ

     પ્રિય પ્રેમકૃષ્‍ણ, 

 પ્રેમ, સંન્‍યાસની સુગંધને સંસાર સુધી પહોંચાડવી છે.

ધર્મોના કારાગૃહોએ સંન્‍યાસનાં ફૂલને પણ વિશાળ દીવાલોની આડમાં

કરી લીધા છે.

એટલા માટે હવે સંન્‍યાસીને કહેવું છે કે હું કોઇ ધર્મમાં નથી,

કારણકે સમસ્‍ત ધર્મ જ મારા છે.

સંન્‍યાસને સંસારથી તોડીને પણ મોટી ભૂલ થઇ ગઇ છે.

સંસારથી તૂટેલો સંન્‍યાસ રકતહીન થઇ જાય છે.

અને સંન્‍યાસથી તૂટેલો રકતહીન થઇ જાય છે.

અને સંન્‍યાસથી તૂટેલો સંસાર પ્રાણહીન.

એટલા માટે, બન્‍નેની વચમાં ફરીથી સેતુ નિર્મિત કરવા છે

સંન્‍યાસને રકત અર્પવું છે અને સંસારને આત્‍મા.

સંન્‍યાસને સંસારમાં લાવવો છે.

અભયઅને અસંગ

સંસારમાં અને પૂછી પણ બહાર.

ભીડમાં અને પછી પણ એકલા.

અને સંસારને પણ સંન્‍યાસમાં પરિણીત કરવો છે.

અભય અને અસંગ

સંન્‍યાસમાં અને પછી પલાયનમાં નહીં

સંન્‍યાસમાં અને પછી સંસારમાં.

ત્‍યારે જ તે સુવર્ણ-સેતુ નિર્મિત થશે જે દ્રશ્‍યને અદૃશ્‍યથી અને આકારને

નિરાકારથી જોડી દે છે.

બનો મજુર આ સેતુનાં નિર્માણમાં.

- રજનીશના પ્રણામ

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:32 AM IST)