<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

કુકી આતંકવાદીઓએ ડ્રોન વડે ગામ પર બોમ્‍બમારો કર્યો : બેના મોત

મણિપુરમાં તાજેતરની હિંસામાં સૌથી આઘાતજનક ટ્રેન્‍ડ : આતંકવાદીઓ દ્વારા ભારે ગોળીબારથી ઘણા ઘરોને પણ નુકસાનઃ ગોળીબાર અને બોમ્‍બ ધડાકા શરૂ થયા ત્‍યારે ગ્રામીણો તેમના ઘરે હતા

નવી દિલ્‍હી, તા.૨: મણિપુર ફરી હિંસા અને ગોળીબારથી હચમચી ગયું છે. આ વખતે કુકી આતંકવાદીઓએ ગામમાં ડ્રોન વડે બોમ્‍બમારો કર્યો છે. તાજેતરની હિંસામાં આ સૌથી આઘાતજનક વલણ માનવામાં આવે છે. આતંકવાદીઓએ પહાડીની ટોચ પરથી નીચેના વિસ્‍તારોમાં કોટ્રુક અને કડાંગબંદ ખીણને નિશાન બનાવ્‍યું અને પહેલા અંધાધૂંધ ગોળીબાર કર્યો અને પછી ડ્રોન વડે ભારે બોમ્‍બ ફેંકયા. અચાનક થયેલા હુમલાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત જગ્‍યાઓ શોધતા જોવા મળ્‍યા હતા. હુમલામાં બે લોકોના મોત થયા હતા. બે સુરક્ષાકર્મીઓ સહિત નવ અન્‍ય ઘાયલ થયા છે.

કોટ્રુક ગામના પંચાયત પ્રમુખના જણાવ્‍યા અનુસાર, રવિવારે બપોરે લગભગ ૨ વાગ્‍યે સશષા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. તે સમયે ગામના સ્‍વયંસેવકો સંવેદનશીલ વિસ્‍તારોમાં નહોતા. આતંકવાદીઓ દ્વારા ભારે  ગોળીબારથી ઘણા ઘરોને પણ નુકસાન થયું છે. ગોળીબાર અને બોમ્‍બ ધડાકા શરૂ થયા ત્‍યારે ગ્રામીણો તેમના ઘરે હતા. સ્‍થાનિક રહેવાસી લીશાંગથમ રોનીએ જણાવ્‍યું હતું કે ગામડાના સ્‍વયંસેવકોને વિસ્‍તારમાંથી પાછા બોલાવ્‍યાના ૧૦ દિવસ પછી જ હુમલો થયો હતો. રાજ્‍ય સુરક્ષા દળોની સલાહ બાદ અમે અમારા ગામમાંથી સ્‍વયંસેવકોને પાછા ખેંચી લીધા. અમારી વચ્‍ચેની એક મહિલાને ગોળી મારી દેવામાં આવી હતી અને તેની પુત્રી ઘાયલ થઈ હતી.

મણિપુર ગળહ વિભાગે તેને આતંકવાદનું ઘૃણાસ્‍પદ કળત્‍ય ગણાવ્‍યું છે જે રાજ્‍યની શાંતિ માટે ખતરો છે. દરમિયાન, સ્‍થાનિક વહીવટીતંત્રે ઇમ્‍ફાલ પ?મિ જિલ્લામાં કફર્યુ લાદી દીધો છે. મણિપુર સરકારે હુમલાની નિંદા કરી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી.

મણિપુર ગળહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે, રાજ્‍ય સરકારને માહિતી મળી છે કે આ ઘટના કથિત રીતે કુકી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી. કૌત્રુક વિસ્‍તારના નિઃશષા ગ્રામીણો પર ડ્રોન, બોમ્‍બ અને ઘણા અત્‍યાધુનિક હથિયારોથી હુમલો કરવામાં આવ્‍યો હતો, જેમાં એક મહિલા સહિત બે લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. રાજ્‍ય સરકારે નિઃશષા ગ્રામજનોને આતંકિત કરવાના આવા કળત્‍યોને ખૂબ જ ગંભીરતાથી લીધા છે. રાજ્‍યમાં સામાન્‍ય સ્‍થિતિ અને શાંતિ લાવવા માટે સરકાર શકય તમામ -યાસો કરી રહી છે.

એન બિરેન સિંહે વધુમાં કહ્યું કે, તેણે પરિસ્‍થિતિને કાબૂમાં લેવા અને ઇમ્‍ફાલ પ?મિના કોટારુક ગામ પર હુમલામાં સામેલ લોકોને સજા કરવા માટે તાત્‍કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

આ હુમલા અંગે મણિપુર પોલીસે આપેલી માહિતી ખૂબ જ ચોંકાવનારી છે. પોલીસે દાવો કર્યો છે કે કુકી આતંકવાદીઓએ હાઈટેક ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આવા ડ્રોનનો ઉપયોગ યુદ્ધમાં જ થાય છે. હુમલાખોરોને પણ સામાન્‍ય કહી શકાય નહીં. આ ડ્રોનથી હુમલો કરવા માટે ઉચ્‍ચ પ્રશિક્ષિત અને ટેકનિકલ નિષ્‍ણાત હોવું જરૂરી છે. મતલબ કે આ સમગ્ર ઘટનામાં કોઈ મોટું ષડયંત્ર હોવાની શકયતા નકારી શકાય તેમ નથી.

(11:07 AM IST)