તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Monday, 2nd September 2024
નવ્યા નવેલી નંદાએ અમદાવાદ IIMAમાં લીધું એડમિશન
બચ્ચન કુટુંબનું અમદાવાદમાં કનેકશન તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની આ ખુશી શેર કરી હતી : IIMAના નામ સાથે પોઝ આપ્યો હતો

મુંબઇ તા. ૨ : નવ્યા નવેલી નંદાએ હમણાં જ ઈન્સ્ટાગ્રામ પર આઈઆઈએમની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક સૂટમાં જોવા મળી રહી છે. તસવીરમાં તેનો ઉત્સાહ નજરે ચઢે છે. નવ્યા IIMA કોલેજના ગેટ પર ઊભી છે એવી પણ તસવીર શેર કરી છે. તેણે IIMAના નામ સાથે પોઝ આપ્યો હતો.
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા પણ સ્ટાર કિડ છે, હવે તેણે ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવાને બદલે એક નવો જ રસ્તો પસંદ કર્યો છે. એમ કહી શકાય કે તે પોતાના પિતાની જેમ બિઝનેસક્ષેત્રમાં આગળ આવવા માંગે છે.
નવ્યાનું હંમેશાથી એક સપનું રહેલું કે તે દેશની પ્રખ્યાત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન લે. અને હવે તેણે આ સપનામાં પ્રાણ પૂર્યા છે.
નવ્યાએ શેર કરેલા IIM કોલેજના ગ્રીન કેમ્પસના ફોટોઝ પણ અદભૂત છે. આ ઘેઘૂર વડલો જોતાં જ યાદ આવ્યું કે તાજતેરમાં જ પોડકાસ્ટ ‘વોટ ધ હેલ નવ્યા સીઝન ૨'ની લેટેસ્ટ એડિશનમાં જયા બચ્ચને ખુલાસો કર્યો કે તે અને અમિતાભ બચ્ચન હંમેશાથી તેમના બાળકો એટલે કે અભિષેક અને શ્વેતાનું ખૂબ રક્ષણ કરે છે.
નવ્યા નવેલી નંદાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી તસવીરોમાં તેના ચહેરા પરની ખુશી જોઈ શકાય છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના ફોટોઝ શેર કરીને તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘સપનાં સાચાં થાય છે.'
નવ્યા નવેલી નંદા હવે અમદાવાદની આ જાણીતી સંસ્થામાં વર્ષ ૨૦૨૬ સુધી અભ્યાસ કરવાની છે. તેણે જ જણાવ્યું હતું કે હું આગામી ૨ વર્ષ સુધી અહીં બેસ્ટ લોકો અને ફેકલ્ટી સાથે ‘બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજયુએશન પ્રોગ્રામ'નો અભ્યાસ કરવાની છું. આ રીતે તેણે પોતાની ઇન્સ્ટ પોસ્ટના કેપ્શનમાં પોતે જે કોર્સ કરવા રહી છે તેની માહિતી આપી છે.
પોતાના સપનામાં સેવેલી આ IIM કોલેજની પણ અદભૂત તસવીરો તેણે શેર કરી છે.
કેટલીક તસવીરોમાં તે આઇઆઇએમ, અમદાવાદના અનુભવી ફેકલ્ટીઓ સાથે પણ પોઝ આપી રહી છે.
નવ્યા નવેલી નંદા આ તસવીરોમાં તેના નવાં નવાં ફ્રેન્ડ્સ સાથે પણ સેલ્ફી ક્લિક કરી હતી. તેના મિત્રોએ તેની આ નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા હતા.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
