<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

'ડૉક્ટર લોહીથી લથપથ હતા, હું ડરીને ભાગી ગયો ' કોલકતા કેસના આરોપી સંજય રોયનો નવો દાવો

આરોપી સંજય રોયે સીબીઆઈ અધિકારીઓને કહ્યું કે તેણે ટ્રેઈની ડોક્ટરની હત્યા કરી નથી.

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટરની હત્યા અને બળાત્કારના કેસમાં આરોપી સંજય રોયે તેની વકીલ કવિતા સરકારને કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે.

  એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ કવિતા સરકારે કહ્યું છે કે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન પણ સંજયે પોતાની નિર્દોષતા જાહેર કરી હતી. તેણે એમ પણ કહ્યું છે કે તે મહિલા ડોક્ટરનો ખૂની નથી. તેણીનું લોહીથી લથબથ શરીર જોઈને તે ભાગી ગયો હતો.

  પોલિગ્રાફી ટેસ્ટ દરમિયાન સંજય રોયને 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં મહિલાની હત્યા કર્યા બાદ તેણે આગળ શું કર્યું તે પ્રશ્ન પણ સામેલ હતો. તેણે સીબીઆઈ અધિકારીઓને કહ્યું કે પ્રશ્ન ખોટો છે કારણ કે તેણે તેની (ટ્રેની ડૉક્ટર) હત્યા કરી નથી.

  સંજયે પોલીગ્રાફ ટેસ્ટમાં દાવો કર્યો હતો કે જ્યારે તે હોસ્પિટલના સેમિનાર હોલમાં પ્રવેશ્યો ત્યારે મહિલા બેભાન હતી. સંજયે કહ્યું કે તેણે 9 ઓગસ્ટે સેમિનાર હોલમાં મહિલાને લોહીથી લથપથ જોઈ હતી. અખબાર અનુસાર, સંજય રોયે દાવો કર્યો હતો કે ડૉક્ટરને લોહીથી લથપથ જોઈને તે ગભરાઈને રૂમની બહાર ભાગી ગયો હતો. 

  અખબાર સાથે વાત કરતા આરોપી સંજય રોયના વકીલે કહ્યું, "જો કોઈ વ્યક્તિ માટે તે રૂમમાં પ્રવેશવું એટલું સરળ હતું, તો સંભવ છે કે સંજય સિવાય કોઈ અન્ય વ્યક્તિ પણ ત્યાં જઈ શકે.

   સંજય રોયે એવો પણ દાવો કર્યો હતો કે તે પીડિતાને ઓળખતો નથી અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. સંજયને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે નિર્દોષ છે તો તેણે પોલીસને જાણ કેમ ન કરી, તો સંજયે કહ્યું કે તેને ડર છે કે કોઈ તેની વાત પર વિશ્વાસ ન કરે

(12:25 PM IST)