તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Monday, 2nd September 2024
મોલીવુડ બાદ કેરળના રાજકારણમાં ખળભળાટ :કોંગ્રેસ નેતાએ કહ્યું-પાર્ટીમાં આગળ વધવા પુરુષ નેતાઓને ઈમ્પ્રેસ કરવા પડશે
કોંગ્રેસ નેતા સિમી રોઝબેલ જોને આરોપ લગાવ્યો કે, પાર્ટીમાં 'કાસ્ટિંગ કાઉચ કલ્ચર' છે:મહિલાઓને આગળ વધવા માટે સમાધાન કરવું પડે છે. તેણે તેની સરખામણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાગેલા આરોપો સાથે કરી

મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (મોલીવુડ)માં મહિલા અભિનેત્રીઓના જાતીય શોષણને લઈને જે હોબાળો ચાલી રહ્યો છે તે અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ કેરળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં MeToo અભિયાન ચાલી રહ્યું છે. ઘણી અભિનેત્રીઓએ જાતીય સતામણી અને કાસ્ટિંગ કાઉચના આરોપો લગાવ્યા છે. આવો જ એક કિસ્સો રાજકારણમાં પણ સામે આવ્યો છે.
કોંગ્રેસ નેતા સિમી રોઝબેલ જોને આરોપ લગાવ્યો કે, પાર્ટીમાં 'કાસ્ટિંગ કાઉચ કલ્ચર' છે. અહીં મહિલાઓને આગળ વધવા માટે સમાધાન કરવું પડે છે. તેણે તેની સરખામણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાગેલા આરોપો સાથે કરી હતી. પાર્ટીએ કોંગ્રેસના મહિલા નેતા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી જેણે તેના પર 'કાસ્ટિંગ કાઉચ'નો આરોપ લગાવ્યો હતો અને તેને પાર્ટીની પ્રાથમિક સભ્યપદમાંથી દૂર કરી હતી
સિમી રોઝબેલ જ્હોને એક ખાનગી ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે ઘણી વખત મહિલા નેતાઓને પાર્ટીમાં આગળ વધવા માટે પુરૂષ નેતાઓને પ્રભાવિત કરવા પડે છે.
કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC) એ એક રિલીઝમાં જણાવ્યું છે કે, સિમી રોઝબેલ જોન વિરુદ્ધ આ કાર્યવાહી શિસ્તના ગંભીર ઉલ્લંઘનને કારણે કરવામાં આવી છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દાવો કર્યો છે કે પાર્ટીની મહિલા કાર્યકરોની છબી ખરાબ કરવા માટે સિમી રાજકીય દુશ્મનો સાથે સાંઠગાંઠ કરી રહી છે. તેણે એમ પણ કહ્યું કે અહીં પ્રતિભા કે અનુભવથી કોઈ ફરક પડતો નથી.
જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ કેરળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં MeToo અભિયાન ચાલી રહ્યું છે. ઘણી અભિનેત્રીઓએ જાતીય સતામણી અને કાસ્ટિંગ કાઉચના આરોપો લગાવ્યા છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
