News of Monday, 2nd September 2024
કાનમાં ખૂજલી થતી હતી, દીકરીએ તેલ રેડ્યું તો નીકળ્યો જીવતો કરોળિયો
કિસ્સો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે

નવી દિલ્હી, તા.૨: વરસાદની સીઝનમાં જમીન પર ન સૂવું જોઈએ એવું આપણે ત્યાં કહેવાતું. એનું કારણ હતું કે જમીન પર ચાલતાં જીવડાં કાનમાં ભરાઈ શકે. ઘણી વાર આવાં જીવડાં કાનમાં જઈને ઈંડાં મૂકીને પોતાની આખી કૉલોની બનાવી દે તોય વ્યકિતને ખબર નથી પડતી. તાજેતરમાં આવો જ એક કિસ્સો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એક મહિલાને કાનમાં બહુ દુખાવો થતો હતો. તેને લાગતું હતું કે કાનમાં કંઈક સળવળી રહ્યું છે. તેની દીકરી કદાચ ઘરગથ્થુ ઇલાજ જાણતી હશે એટલે તેણે મમ્મીના કાનમાં દવા તરીકે તેલનાં ટીપાં ધીમે-ધીમે રેડ્યાં. તેલથી કાન ભરાઈ જતાં તેલનાં ટીપાં પણ કાનમાંથી ઊભરાઈને બહાર પડ્યાં. જોકે એની સાથે જ કાનમાંથી એક નાનો કરોળિયો પણ ફફડીને બહાર આવી ગયો. તેલથી શરીરનું વજન વધી ગયું હોવાથી એ બહુ ઊંચે સુધી ઊડી શક્યો નહીં, પણ ટેબલ પર મૂકેલા ટોવેલ પર જઈને અટકી ગયો.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
