<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

નેટફલીકસની વેબસીરીઝ આઈસી૮૧૪ના કન્‍ટેન્‍ટ હેડને મોદી સરકારનું તેડુ : સીરીઝમાં મુસ્‍લિમ ત્રાસવાદીઓના નામ હિન્‍દુ દર્શાવ્‍યા

૧૯૯૯માં ભારતીય વિમાનને હાઈજેક કરી લેવામાં આવ્‍યુ તેના ઉપર નેટફલીકસ દ્વારા આઈસી૮૧૪ વેબસીરીઝ તાજેતરમાં જ રીલીઝ થઈ છે. જે ખૂબ જ જોવામાં આવી રહી છે. તેના સંદર્ભે માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફલીક્‍સના કન્‍ટેન્‍ટ હેડને પોતાની સમક્ષ હાજર થવા સમન્‍સ પાઠવ્‍યુ છે.

આ પ્‍લેન હાઈજેકીંગના બનાવમાં મુસ્‍લિમ ત્રાસવાદીઓ સંડોવાયેલા હતા. તેમના ભોલા અને શંકર જેવા હિન્‍દુ નામો ૬ પાર્ટની આ વેબસીરીઝમાં આપવામાં આવ્‍યા છે. મોદી સરકારે આવતીકાલે નેટફલીકસના કન્‍ટેન્‍ટ હેડને હાજર થવા નિર્દેશ આપ્‍યા છે.

આ વિમાન ઈબ્રાહીમ અથર, સન્‍ની અહેમદ કાઝી, ઝહુર ઈબ્રાહીમ, શહીદ અખ્‍તર અને સૈયદ શકીર દ્વારા હાઈજેક કરવામાં આવેલ. જેને પાકિસ્‍તાનમાં ઉતરાણ કર્યા પછી નેપાળના કંદહાર ખાતે લઈ જવાયેલ.

આ સીરીઝમાં ત્રાસવાદીઓના નામ ભોલા અને શંકર આપવામાં આવ્‍યા હોય કેન્‍દ્રીય મંત્રાલયે નેટફલીકસના કન્‍ટેન્‍ટ હેડને કાલે બોલાવ્‍યા છે

 

(3:59 PM IST)