<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

આસામ વિધાનસભામાં જુમ્‍માની નમાજ બ્રેકનો વિવાદ : હિમંત બિસ્‍વા સરમાથી નાખુશ છે બીજેપીના આકા ?

કોંગ્રેસના એમપી સૈયદ નસીર હુસેને આસામના મુખ્‍યમંત્રી ઉપર સાધ્‍યુ નિશાન : આસામ વિધાનસભામાં ર કલાકનો જુમ્‍માની નમાજ માટેનો બ્રેક કેન્‍સલ કરી દેવાયો

આસામ, તા., રઃ આસામ વિધાનસભામાં જુમ્‍માની નમાજનો બ્રેક રદ કરી દેવામાં આવતા રાજકારણ ગરમાયું છે. મુખ્‍યમંત્રી હિમંત બિસ્‍વા સરમાએ શુક્રવારે આસામ વિધાનસભામાં બે કલાકનો નમાજ બ્રેક રદ કરી દેવાનું એલાન કર્યુ હતું. તેમણે કહયું કે, આ નિર્ણયથી પ્રોડકટીવીટી વધશે અને પ્રાચીન યુગની પ્રથાનો અંત આવશે. આસામ સીએમના આ નિર્ણય ઉપર કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા અને રાજયસભાના સાંસદ ડો. સૈયદ નસીર હુસેનએ મોટો હુમલો બોલાવ્‍યો છે.

આઇએએનએસના કહેવા મુજબ ડો.સૈયદ નસીર હુસેને કહયું કે, મને લાગે છે ‘આસામ સરકાર અને મુખ્‍યમંત્રી હિમંત સરમાને આ બાબતોમાં વધુ દિલચસ્‍પી છે. તેમને  ડેવલોપમેન્‍ટ, પ્રોગ્રેસ રાહતના કાર્યો કરવામાં, લોકોને સુવિધાઓ અપાવવામાં અને જન કલ્‍યાણકારી નિતીઓમાં કોઇ વિશ્વાસ નથી.' તેમણે કહયું કે, ‘સરમાને લાગવા લાગ્‍યું છે કે તેમની નવી પાર્ટીથી બીજેપીના આકાઓ ખુશ નથી. એટલા માટે વધુ વફાદારી દેખાડવાના ચક્કરમાં તેઓ આ બધી હરકતો કરે છે. તેનાથી કોઇ ફર્ક નહિ પડે.' કોંગ્રેસના રાજયસભાના સાંસદ સૈયદ નસીર હુસેને કહયું કે, આસામમાં વિધાનસભાની ચુંટણી થશે ત્‍યારે બીજેપીને હારનો સામનો કરવો પડશે. માટે તેઓ ડીવાઇડ એન્‍ડ રૂલની નિતીનું રાજકારણ રમી રહયા છે. હિન્‍દુસ્‍તાનમાં દરેક સમુદાય અને ધર્મના લોકો રહે છે. સદીઓથી ચાલી આવતી તેમની સભ્‍યતા અને માન્‍યતાઓ છે. તેમને રોકવી કે તેમને ખતમ કરવી કોઇ પણ સમાજ માટે યોગ્‍ય નહિ ગણાય.

આ બાબતે મુખ્‍યમંત્રી સરમાએ જણાવ્‍યું કે, અમારી વિધાનસભામાં હિન્‍દુ અને મુસ્‍લીમોએ માલાસ નિયમ સમીતીમાં સાથે બેસીને સર્વસંમતિથી બે કલાકના બ્રેકને રદ કર્યો છે. આ પ્રથા ૧૯૩૭માં શરૂ કરવામાં આવી હતી અને કાલથી બંધ કરી દેવામાં આવી છે. આ ફેંસલો મારા એકલાનો નથી

(4:12 PM IST)