<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

જમ્મુ-કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલન: 3 શ્રદ્ધાળુઓ ઘાયલ

માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું

જમ્મુ-કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર આજે સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલન થયું છે, જેમાં કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. દરમિયાન માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે ભૂસ્ખલન થયું છે. વાસ્તવમાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદ પડી રહ્યો છે.

(6:25 PM IST)