<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

જાતિ ગણતરી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય:અરજી પર વિચાર કરવા ઇન્કાર : હવે મામલો કેન્દ્ર સરકારના હાથમાં સરક્યો

સર્વોચ્ચ અદાલતે આ અંગે દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો. પી.પ્રસાદ નાયડુએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી:જોકે, કોર્ટની પરવાનગી બાદ અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લીધી

નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે જાતિ ગણતરીના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે અને નીતિ વિષયક છે. સર્વોચ્ચ અદાલતે સામાજિક-આર્થિક જાતિ ગણતરી હાથ ધરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી અરજદારે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી 

  પી. પ્રસાદ નાયડુએ વરિષ્ઠ એડવોકેટ રવિશંકર જંડિયાલા અને એડવોકેટ શ્રવણ કુમાર કરનમ મારફત સર્વોચ્ચ અદાલતમાં જાતિ ગણતરી હાથ ધરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવા અરજી કરી હતી. સોમવારે જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

  કોર્ટે અરજદારના વકીલોને કહ્યું, "આ અંગે શું કરી શકાય? આ મુદ્દો શાસનના દાયરામાં આવે છે. આ એક નીતિ વિષયક છે." એડવોકેટ રવિશંકર જંડિયાલાએ દલીલ કરી હતી કે ઘણા દેશોએ આવું કર્યું છે, પરંતુ ભારતે હજુ સુધી આવું કર્યું નથી. "1992 ના ઇન્દ્રા સાહની ચુકાદામાં જણાવાયું છે કે આ વસ્તી ગણતરી સમય સમય પર થવી જોઈએ,

 સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તે અરજીને ફગાવી રહી છે, કારણ કે કોર્ટ આ મામલે દખલ કરી શકે નહીં. કોર્ટના મૂડને સમજીને વકીલે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી, જેને બેન્ચે સ્વીકારી હતી. નાયડુએ પોતાની અરજીમાં કહ્યું હતું કે કેન્દ્ર અને તેની એજન્સીઓ 2021ની વસ્તી ગણતરીને વારંવાર સ્થગિત કરી રહી છે. .

   અરજીમાં કહેવામાં આવ્યું છે કે સામાજિક-આર્થિક જાતિની વસ્તી ગણતરી વંચિત જૂથોને ઓળખવામાં, સમાન સંસાધન વિતરણની ખાતરી કરવામાં અને લક્ષિત નીતિઓના અમલીકરણ પર દેખરેખ રાખવામાં મદદ કરશે. 1931નો છેલ્લો જ્ઞાતિવાર ડેટા જૂનો છે.

    કેન્દ્ર સરકાર માટે સામાજિક ન્યાય અને બંધારણીય ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે વસ્તી ગણતરી અને સામાજિક-આર્થિક અને જાતિની વસ્તી ગણતરીના સચોટ ડેટા મહત્વપૂર્ણ છે. આઝાદી પછી 2011માં પ્રથમ વખત યોજાયેલ SECCનો ઉદ્દેશ્ય જાતિ સંબંધિત માહિતી સહિત સામાજિક-આર્થિક સૂચકાંકો પર વ્યાપક ડેટા એકત્રિત કરવાનો હતો.

(7:27 PM IST)