<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

અમેરિકાના સોનાના ભંડારને પણ ખરીદી શકે છે ભારતીય પરિવારો:અમેરિકા પાસે દુનિયાનું સૌથી વધારે સોનું રિઝર્વ

અમેરિકાના રિઝર્વ બેંક પાસે 8,133 ટન સોનું છે. જ્યારે બીજા ક્રમે જર્મની પાસે 3353 સોનું છે. જ્યારે ત્રીજા ક્રમે ઈટાલી પાસે 2452 ટન સોનું છે. ભારતના રિઝર્વ બેન્ક પાસે અમેરિકા કરતાં માત્ર દસમા ભાગનું સોનું

નવી દિલ્હી :અમેરિકા પાસે ભલે દુનિયાનું સૌથી વધારે સોનું રિઝર્વ હોય પરંતુ ભારતીયોના ઘરમાં એટલું સોનું છે કે અમેરિકાના સોનાના ભંડારને પણ ખરીદી શકે છે. જાણીને નવાઈ લાગશે પણ એ હકીકત છે કે ભારતીય પરિવારો પાસે અમેરિકા કરતાં 3 ગણું વધારે સોનું છે.

અમેરિકાના રિઝર્વ બેંક પાસે 8,133 ટન સોનું છે. જ્યારે બીજા ક્રમે જર્મની પાસે 3353 સોનું છે. જ્યારે ત્રીજા ક્રમે ઈટાલી પાસે 2452 ટન સોનું છે. ભારતના રિઝર્વ બેન્ક પાસે અમેરિકા કરતાં માત્ર દસમા ભાગનું સોનું છે. એટલે કે આપણે નવમા સ્થાન સાથે ભારત પાસે 822.09 ટન સોનું છે.

પ્રાઈઝ વોટર હાઉસ કીપર દ્વારા બહાર પાડવામાં આવેલ તાજેતરના અહેવાલ પ્રમાણે ભારતીય ઘરોમાં 25 હજાર ટન સોનું છે. એટલે કે અમેરિકા કરતાં 3 ગણું. જેની કિંમત 126 લાખ કરોડ રુપિયા છે. હવે સવાલ એ થાય કે આ સોનું છે ક્યાં ? ભારતનું મોટા ભાગનું સોનું વિદેશોમાં છે. જે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને યુકે સ્થિત ઈન્ટરનેશનલ સેટલમેન્ટમાં રાખવામાં આવ્યું છે. ઓક્સફોર્ડગોલ્ડગ્રુપના અહેવાલ મુજબ એકલા ભારતીય પરિવારો પાસે વિશ્વના 11 ટકા સોનું છે.

 

દેશસોનું ( ટનમાં)યુએસ8,133.46 ટનજર્મની3,352.65 ટનઇટાલી2,451.84 ટનફ્રાન્સ2,436.88 ટનરશિયા2,332.74 ટનચીન2,262.45 ટનસ્વિટ્ઝર્લૅન્ડ1,040.00 ટનજાપાન845.97 ટનભારત822.09 ટનનેધરલેન્ડ્સ612.45 ટન

(8:00 PM IST)