તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Tuesday, 3rd September 2024
વડાપ્રધાન મોદી બ્રુનેઈની દ્વિપક્ષીય મુલાકાતે રવાના થશે : બુધવારે સિંગાપોર પહોંચશે
ભારત અને બ્રુનેઈ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સ્થાપનાની 40મી વર્ષગાંઠ સાથે પણ એકરુપ

વડાપ્રધાન મોદી 3-4 સપ્ટેમ્બરે બ્રુનેઈની દ્વિપક્ષીય મુલાકાતે હશે. આ યાત્રા ઘણી રીતે ઐતિહાસિક છે. ભારતીય વડાપ્રધાન દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે અને તે ભારત અને બ્રુનેઈ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સ્થાપનાની 40મી વર્ષગાંઠ સાથે પણ એકરુપ છે. મુલાકાતના બીજા તબક્કામાં મોદી સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગના આમંત્રણ પર બુધવારે સિંગાપોર પહોંચશે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
