<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

સીએમ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો: માનહાનિના કેસની કાર્યવાહી રદ કરવાનો ઈન્કાર

અદાલતે કેજરીવાલની અરજીને ફગાવી,જે 2019માં બીજેપી દિલ્હીના નેતા રાજીવ બબ્બર દ્વારા શરૂ કરાયેલા માનહાનિના કેસને પડકારતી હતી.

 નવી દિલ્હી ; દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે માનહાનિના કેસની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. અદાલતે કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી જે 2019માં બીજેપી દિલ્હીના નેતા રાજીવ બબ્બર દ્વારા શરૂ કરાયેલા માનહાનિના કેસને પડકારતી હતી.

  રાજીવ બબ્બરે કેજરીવાલ અને અન્ય AAP નેતાઓ પર ભાજપને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે, આરોપ લગાવ્યો છે કે દિલ્હીની મતદાર યાદીમાંથી 30 લાખ નામો દૂર કરવા માટે પાર્ટી જવાબદાર છે, જેના કારણે મુખ્યત્વે 'બનિયા', મુસ્લિમો અને અન્ય સમુદાયો પ્રભાવિત થયા છે.

(9:16 PM IST)