તા. ૧૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd September 2024
નિવૃત્તિ પછી કોઈ પગાર અપાયો નથી: સેબી ચીફના પગાર વિવાદ પર ICICI બેંકની સ્પષ્ટતા
ખાનગી ક્ષેત્રની ICICI બેન્કે કોંગ્રેસ દ્વારા સેબીના વડા માધવી પુરી બૂચ સામે લગાવવામાં આવેલા આક્ષેપોના જવાબમાં કહ્યું કે તેણે ઓક્ટોબર 2013માં બૂચની નિવૃત્તિ પછી તેમને કોઈ પગાર અથવા ESOP ચૂકવ્યો નથી.

નવી દિલ્હી : ખાનગી ક્ષેત્રની ICICI બેંક, મુખ્ય વિપક્ષી કોંગ્રેસ દ્વારા સેબીના વડા માધવી પુરી બૂચ સામે લગાવવામાં આવેલા આક્ષેપોના જવાબમાં સોમવારે જણાવ્યું હતું કે તેણે ઓક્ટોબર 2013માં બૂચની નિવૃત્તિ પછી તેમને કોઈ પગાર અથવા ESOP ચૂકવ્યો નથી.
અત્રે ઉલેલ્ખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2017માં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના સભ્ય બનેલા બુચને આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી પગાર અને અન્ય મહેનતાણા તરીકે 16.8 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સેબીના ચેરમેનને 2017થી ICICI ગ્રૂપ પાસેથી રૂ. 16.8 કરોડ મળ્યા છે, જે તેમને માર્કેટ રેગ્યુલેટર પાસેથી મળેલી આવકના 5.09 ગણા છે
આ આરોપ પર, બેંકે એક નિવેદનમાં કહ્યું, 'ICICI બેંક અથવા તેની જૂથ કંપનીઓએ માધબી પુરી બુચને તેણીની નિવૃત્તિ પછી તેના નિવૃત્તિ લાભો સિવાય કોઈ પગાર અથવા કોઈપણ ESOP (એમ્પ્લોયી શેર વિકલ્પ યોજના) આપી નથી. નોંધનીય છે કે તેમણે 31 ઓક્ટોબર, 2013થી નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો હતો. ICICI ગ્રુપમાં તેમના કાર્યકાળ દરમિયાન, બૂચને બેંકની નીતિ મુજબ પગાર, નિવૃત્તિ લાભો, બોનસ અને ESOP ના રૂપમાં મહેનતાણું મળ્યું હતું.
બેંકે કહ્યું, 'અમારા નિયમો હેઠળ, ESOPs ફાળવણીની તારીખથી આગામી કેટલાક વર્ષોમાં નિહિત છે. બુચને ESOPs ફાળવવામાં આવ્યા તે સમયે અમલમાં આવેલા નિયમો હેઠળ, નિવૃત્ત કર્મચારીઓ સહિત બેંક કર્મચારીઓ પાસે અધિકૃતતાની તારીખથી 10 વર્ષના સમયગાળા માટે કોઈપણ સમયે તેમના ESOP નો ઉપયોગ કરવાનો વિકલ્પ હતો.'
અત્રે ઉલ્લેખનીય છે ગયા મહિને અમેરિકન રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં સેબીના વડા બૂચ પર અદાણી ગ્રૂપ સાથે પરોક્ષ સંબંધોનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે અદાણી જૂથના નાણાકીય ગેરઉપયોગના કેસમાં વપરાતા વિદેશી ભંડોળમાં બૂચ અને તેમના પતિનો પણ હિસ્સો હતો. જો કે, બુચે તેમની સામેના આરોપોને પાયાવિહોણા ગણાવતા ફગાવી દીધા હતા કે તેમની નાણાકીય બાબતો ખુલ્લી ચોપડી છે. તે જ સમયે, અદાણી ગ્રૂપે હિન્ડેનબર્ગના આરોપોને દૂષિત અને જાહેર માહિતી સાથે પસંદગીયુક્ત રીતે ચેડાં કરનાર ગણાવ્યા છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
