તા. ૧૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 3rd September 2024
સિંગાપોર દેશની વસ્તી અમદાવાદ કરતા પણ ઓછી છતાં વ્યકિતદીઠ મહિને આવક ૭ લાખ
સિંગાપોરની વસ્તી માત્ર ૫૬ લાખઃ પ્રતિ આવક મામલે વિશ્વમાં બીજ

નવી દિલ્હી,તા. ૩: આપણા દેશમાં વિકાસના રસ્તામાં વધારે વસ્તીને સૌથી મોટી અડચણ માનવામાં આવે છે. આજે આપણે દુનિયામાં સૌથી વધારે વસ્તી વાળો દેશ છીએ. આપણે ચીનને પાછળ છોડી દીધો છે. ભારતમાં વસ્તીનું ઘનત્વ પ્રતિ કિમી ૪૮૮ છે. નીતિ નિર્માતાઓનો એક મોટો વર્ગ માને છે કે મોટી વસ્તીના કારણે જ સરકાર દરેક નાગરિકની જરૂરિયાત પૂરી કરી શકતી નથી.
જે હોય તે, મુદ્દો અહીં એ નથી. આજે અમે આપને એક એવા દેશની વાત કરવા જઈ રહ્યા છીએ, જયાં આપણાથી પણ વધુ ૧૭ ગણી ગીચ વસ્તી ધરાવે છે. અહીં પ્રતિ વર્ગ કિમી વિસ્તારમાં ૮૩૩૨ લોકો રહે છે. પણ અમીરીના મામલામાં તેઓ દુનિયામાં શિખર પર બિરાજે છે.
ત્યાં પ્રતિ વ્યક્તિ આવક લગભગ એક લાખ અમેરિકી ડોલર એટલે કે લગભગ ૮૪ લાખ રૂપિયા વાર્ષિક છે. આ રકમ એટલી છે, જેટલી ભારત અને દુનિયામાં સારા સારા CEOની સેલેરી હોય છે. પણ આ દેશમાં દરેક માણસની સરેરાશ આવક એટલી છે. તો વળી આપણા દેશમાં પ્રતિ વ્યક્તિ આવક લગભગ ૮ હજાર ડોલર વાર્ષિક માનવામાં આવે છે. એટલે કે રૂપિયામાં તે લગભગ સાત લાખ રૂપિયા થાય છે.
હકીકતમાં જોઈએ તો, આજે અમે સિંગાપોરની વાત કરી રહ્યા છીએ. સિંગાપોર દક્ષિણ પૂર્વ એશિયાનો એક મહત્વનો દેશ છે. પીએમ મોદી ફરી એક વાર ચાર અને પાંચ સપ્ટેમ્બરે સિંગાપોરના પ્રવાસે જઈ રહ્યા છે. કુલ ૭૦૦ વર્ગ કિમીમાં ફેલાયેલા આ દેશની વસ્તી ફક્ત ૫૬ લાખ છે. પણ અમીરીના મામલામાં આ દેશ દુનિયા માટે એક અરીસો છે. પ્રતિ વ્યક્તિ આવકના મામલામાં તે દુનિયામાં બીજા નંબર પર છે. પીએમ મોદી ૨૦૧૫માં પણ સિંગાપોર ગયા હતા. ચીનના વધતા પ્રભાવને કાઉન્ટર કરવા માટે ભારત સતત દક્ષિણ પૂર્વ એશિયન દેશો સાથે પોતાના સંબંધોને વધારે મજબૂત બનાવી રહ્યું છે.
ભારત અને સિંગાપોરનો સંબંધ ખૂબ જ સારો છે. બંને દેશો વચ્ચે કેટલાય રણનીતિક કરાર થયા છે. સિંગાપોર એક એવો દેશ છે, જેને દુનિયાના નકશા પર શોધવામાં ભારે મહેનત કરવી પડે, પણ આજની તારીખમાં તે દુનિયાની તમામ મોટી કંપનીઓનું હબ છે. ભારતની તુલનામાં આ દેશ ખૂબ જ યુવાન છે. તેણે પોતાના વિકાસની ગાથા ખૂબ જ ટૂંકા ગાળામાં લખી છે.
આટલો નાનો દેશ હોવા છતાં સિંગાપોર આજે ભારતનો છઠ્ઠો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. ગત વર્ષે સિંગાપોરથી ભારતમાં સૌથી વધારે પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવ્યું છે. આ રકમ ૧૧.૭૭ અબજ ડોલર હતું. એવો રિપોર્ટ છે કે પીએમ મોદીના સિંગાપોર પ્રવાસ દરમિયાન બંને દેશની વચ્ચે સેમીકંડક્ટરને લઈને કોઈ મોટો કરાર થઈ શકે છે. ભારતમાં આપણે ત્યાં સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીમાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે. પીએમ મોદી પોતાની આ યાત્રા દરમ્યાન ત્યાંના તમામ CEOની બેઠકને સંબોધન કરશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
