News of Tuesday, 3rd September 2024
અફઘાનિસ્તાનમાં મહિલાઓના હક સમાપ્ત
મહિલાઓ જાહેરમાં અવાજ ઉઠાવી નહિં શકે : આખો ચહેરો અને શરીર ઢાંકવાનું ફરજીયાત

કાબુલ : અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ મહિલાઓના હક્ક સમાપ્ત કરી દીધાની જાહેરાત કરી દીધી છે. સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયુ છે.
તાલીબાની શાસને જાહેર કર્યુ છે કે મહિલાઓ અફઘાનિસ્તાનમાં જાહેરમાં પોતાનો અવાજ ઉઠાવી શકશે નહિં.
મહિલાઓએ પોતાનું આખુ શરીર અને આખો ચહેરો ઢાંકવો ફરજીયાત છે.
અતિ જરૂરીયાત સિવાઈ મહિલાઓને ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે.
અફઘાનિસ્તાનમાં બીન - મુસ્લિમ રજાઓ ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
પુરૂષો પણ ગોઠણ ઉપરની શોર્ટ્સ - ચડ્ડી પહેરી શકશે નહિં.
જાહેરમાં સંગીત પણ વગાડી શકાશે નહિં. જીવંત વસ્તુઓની તસ્વીરો પ્રસિદ્ધ કરી શકાશે નહિં.
અફઘાનિસ્તાનમાં તાલીબાનો ના ફરમાનથી કટ્ટરપંથીઓ ભારે આનંદીત છે. આ નવા ભયાનક કાનુનો અમલી બનવા છતાં યુનો તાલીબાનો સાથે વાતચીત ચાલુ રાખશે તેમ જાણવા મળે છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
