તા. ૨૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
પાટડી, હળવદ-બે, લીંબડી, ધ્રાંગધ્રા-૧I, લખતર, સાયલા-૧ ઇંચઃફરી ઝાલાવાડનો વારો
સવારથી રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગર જીલ્લામાં મેઘ મહેરઃ પોરબંદર-ગીર દેવભૂમિ જીલ્લામાં સુકુ હવામાનઃ અન્ય જીલ્લાઓમાં વાદળા

રાજકોટ તા. ૩ :.. આગાહી મુજબ ફરી મેઘાનો ડોળ સર્જાયો છે તેમાં ખાસ કરીને ગઇકાલથી જ સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદ પડી રહ્યો છે જે આજે સવારે પણ ચાલુ રહ્યો છે.
જયારે મોરબી અને રાજકોટ જીલ્લામાં પણ વરસાદની અસર રહી છે. જેમાં સવારથી ઝરમરીયો વરસી રહ્યો છે. અને મોરબી જીલ્લામાં તેની અસર વધુ રહી છે.
જો કે પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ જીલ્લામાં તડકો પ્રવર્તે છે અને અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ જીલ્લામાં મેઘાનો ડોળ રહ્યો છે. રાજકોટ જીલ્લામાં પણ કયાંક કયાંક ઝાપટા વરસી રહ્યા છે.
ખાસ કરીને સુરેન્દ્રનગર જીલ્લાનો ફરી મેઘાએ વારો લીધો છે. જેમાં હળવદ-૧ાાા, પાટડી-ર, લીંબડી-ધ્રાંગધ્રા-૧ા, લખતર, સાયલામાં ૧ ઇંચ વરસાદ પડી ગયો છે અને માળીયામીંયાણામાં ૧ ઇંચ વાંકાનેરમાં અડધો વરસાદ સવારે પડી ગયો છે. જયારે છેલ્લા ર૪ કલાકમાં ગઇકાલે બોટાદ-૧, ભાવનગર, શિહોર-, ઘોઘા, બરવાળામાં ૧ ઇંચ પડી ગયો છે.
ખાસ કરીને હળવદમાં મેઘાનું જોર વધુ રહ્યું છે. જયાં સવારથી વરસાદ ચાલુ રહ્યો છે. અને રાજકોટ જીલ્લામાં સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં રાજકોટ - કોટડાસાંગાણીમાં વધુ વરસાદ ચાલુ રહ્યો છે.
આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં પડેલો વરસાદ નીચે મુજબ છે.
હાલારમાં મેઘાના ડોળ વચ્ચે સવારે ૬ થી ૧૦ માં ધ્રોલ-૭ અને જોડીયામાં ૩ મી. મી. વરસાદ પડયો છે.
ઝાલાવાડ
ધ્રાંગધ્રા ૩૦ મી. મી.
પાટડી ૪૯ મી. મી.
લખતર ર૦ મી. મી.
વઢવાણ ૧૩ મી. મી.
મુળી ૭ મી. મી.
ચોટીલા ૭ મી. મી.
સાયલા- ર૧ મી. મી.
ચુડા ૧૦ મી. મી.
લીંબડી ૩૧ મી. મી.
થાનગઢ પ મી. મી.
રાજકોટ જીલ્લો
પડધરી ર મી. મી.
રાજકોટ ૧૪ મી. મી.
કોટડાસાંગાણી ૧૯ મી. મી.
જસદણ ૪ મી. મી.
ગોંડલ ર મી. મી.
વિંછીયા ૩ મી. મી.
અમરેલી જીલ્લો
બાબરા ર મી. મી.
લીલીયા ર મી. મી.
અમરેલી ૧ મી. મી.
ગોહિલવાડ
વલ્લભીપુર ૯ મી. મી.
ભાવનગર ૧૩ મી. મી.
ઘોઘા ૧૦ મી. મી.
શિહોર ૧ર મી. મી.
ગારીયાધાર ૪ મી. મી.
પાલીતાણા ૪ મી. મી.
મહુવા ર મી. મી.
બોટાદ જીલ્લો
ગઢડા ૪ મી. મી.
બોટાદ ર૭ મી. મી.
બરવાળા ૧૧ મી. મી.
રાણપુર ૬ મી. મી.
મોરબી જીલ્લો
હળવદ ૪૯ મી. મી.
મોરબી ૧પ મી. મી.
ટંકારા પ મી. મી.
માળીયા મીંયાણા ૧૦ મી. મી.
વાંકાનેર ૬ મી. મી.
ટંકારા
જયારે ટંકારાના પ્રતિનિધિ જયેશ ભટાસણાના અહેવાલ મુજબ મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી ફરી મેઘસવારી આવી પહોંચી છે. સવારે ૬ થી ૧૦ વાગ્યે હળવદમાં ૪૧ મી.મી. એટલે કે પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
મોરબી જીલ્લામાં વહેલી સવારે મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી મોરબીમાં ૭, ટંકારામાં પ, વાંકાનેરમાં ૧૧, માળીયામાં રપ અને હળવદમાં ૪૧ મીમી પાણી વહાવ્યું હતું. અત્યારે આ લખાય છે ત્યારે સવારે પણ અવિરત વરસાદ પડી રહયો છે.
જામનગર
બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત મુજબ લઘુતમ તાપમાન ર૬.૮, મહતમ તાપમાન ૩૧.૬, ભેજનું પ્રમાણ હવામાં ૯૮ ટકા અને પવનની ગતી ૩.૮ કી.મી.ની રહી છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
