News of Tuesday, 3rd September 2024
૭૧ ટકા કેસમાં સજા, ૨૪૬૧ કેસ ૧૦ વર્ષથી પેન્ડિંગ
સીવીસી રીપોર્ટમાં સીબીઆઇના કામકાજની માહિતી : કોર્ટમાં બાકી રહેલા કેઇએસ ચિંતાનો વિષય

નવી દિલ્હી તા. ૩ : દેશની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન ૨૦૨૩માં ૭૧.૪૭ ટકા કેસોમાં ગુનેગારોને અદાલતો દ્વારા સજા અપાવવામાં સફળ રહી છે, પરંતુ ભ્રષ્ટાચારના ૪૮ કેસ પાંચથી વધુ સમયથી એજન્સી પાસે તપાસ માટે પેન્ડિંગ છે. વર્ષ CBIના કામકાજ પર નજર રાખતા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૩ના રિપોર્ટ અનુસાર CBI કોર્ટમાં કુલ ૧૦૯૫૯ કેસ પેન્ડિંગ છે. તેમાંથી ભ્રષ્ટાચારના ૬૯૦૩ કેસમાંથી ૩૬૧ કેસ ૨૦ વર્ષથી વધુ સમયથી પડતર છે. સીવીસીએ તેને ચિંતાર્જીનક ગણાવ્યું છે. સીબીઆઈએ એક વર્ષમાં ૮૭૬ કેસ નોંધ્યા.
કેસ નોંધાયાના એક વર્ષની અંદર તપાસ પૂરી કરવી જોઈએ. આ કેસની નોંધણીથી લઈને તપાસ, સક્ષમ અધિકારી પાસેથી કાર્યવાહી માટે મંજૂરી મેળવવા અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાનો સમય છે.પરંતુ ઘણા કિસ્સાઓમાં આવું થતું નથી.
વધુ પડતું કામ, અપૂરતો સ્ટાફ, પત્રોના જવાબમાં વિલંબ, બેંક અને છેતરપિંડી વગેરે જેવા આર્થિક ગુનાઓના કેસોમાં વધુ પડતું રેકોર્ડિંગ અને તપાસ, સાક્ષીઓને શોધવા અને પૂછપરછ કરવામાં વધુ સમય, કાર્યવાહીને મંજૂરી આપવામાં વિલંબ
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
