<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

મુઝફ્‌ફરનગરના એક ડેરી માલિકના ખાતામાં આવ્‍યા ૨૫૭ કરોડ : બેંકર્સ ચોંકી ઉઠયા

એક યુવક પાસેથી નોકરીના નામે દસ્‍તાવેજો લઈને ૨૫૭ કરોડ રૂપિયાની જીએસટી ઈ-બિલિંગની છેતરપિંડી આચરવામાં આવી છે

મુઝફ્‌ફરનગર, તા.૩: ઉત્તર પ્રદેશના મુઝફ્‌ફરનગર જિલ્લાના રતનપુરી વિસ્‍તારના એક ગામમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં એક યુવકના ખાતામાં ૨૫૭ કરોડ રૂપિયાની એન્‍ટ્રી મળી આવી છે. પરંતુ યુવકને ખાતામાં પૈસા મોકલનાર વ્‍યક્‍તિની જાણ નથી. મુઝફ્‌ફરનગર દેહાતના એસપી આદિત્‍ય બંસલે આ સમગ્ર મામલાની માહિતી આપી હતી. હાલ પોલીસ યુવકની પૂછપરછ કરી રહી છે.

મુઝફ્‌ફરનગર દેહાતના એસપી આદિત્‍ય બંસલે જણાવ્‍યું કે રતનપુરીના રહેવાસી અશ્વિની કુમાર પાસેથી નોકરી અપાવવાના નામે કપટથી દસ્‍તાવેજો લેવામાં આવ્‍યા હતા. આ દસ્‍તાવેજોના આધારે નકલી એકાઉન્‍ટ અને નકલી કંપની ખોલવામાં આવી હતી. જેના કારણે ઞ્‍લ્‍વ્‍ના ચ્‍ વે બિલિંગમાં છેતરપિંડી કરવામાં આવી છે

આ મામલે જીએસટી વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. વિભાગ સાથે સંકલન કરીને તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, આ મામલે હજુ સુધી અશ્વિની કુમારનું નિવેદન આવ્‍યું નથી, ન તો પરિવારના સભ્‍યો દ્વારા હજુ સુધી કોઈ માહિતી શેર કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતીમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બિલિંગ કોઈ નેતાનું છે. જો કે સમગ્ર મામલો તપાસ બાદ જ બહાર આવશે. અહીં આ સમાચાર યુવાનોના ગામમાં પણ ચર્ચાનો વિષય બન્‍યો છે. કારણ કે દરેકના હોઠ પર સવાલ છે કે ડેરી સંચાલકના પુત્રના ખાતામાં આટલા પૈસા કેવી રીતે આવ્‍યા.

(11:34 AM IST)