તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
ગ્વાલિયરની JAH હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં AC ફાટ્યું :એક દર્દીનું મોત
ટ્રોમા સેન્ટરમાં 10 દર્દીઓને દાખલ હતા,દરીઓને અન્ય વોર્ડમાં મોકલવામાં આવ્યા

ગ્વાલિયરની જયરોગ્ય હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મંગળવારે સવારે 7 વાગ્યે સીલિંગ એસીમાં આગ લાગી હતી. આગના કારણે એસી ફાટ્યું હતું. જેના કારણે ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દીનું મોત થયું હતું. મૃતક દર્દી બે દિવસથી વેન્ટિલેટર પર હતો. જોકે, ટ્રોમા સેન્ટરમાં દાખલ અન્ય 9 દર્દીઓ સુરક્ષિત છે. મેનેજમેન્ટે ઘટનાસ્થળે પહોંચીને તમામ દર્દીઓને અન્યત્ર ખસેડ્યા હતા
ઘટનાક્રમ મુજબ, જયરોગ્ય હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 10 દર્દીઓ દાખલ છે. ટ્રોમા સેન્ટરમાં સીલિંગ એસી લગાવવામાં આવ્યા છે. આમાંથી એક ACમાં આગ લાગી હતી અને મંગળવારે સવારે લગભગ 7 વાગ્યે વિસ્ફોટ થયો હતો. આ એસી આઝાદ નામના દર્દી પર લગાવવામાં આવ્યું હતું. આગ લાગ્યા બાદ જ્યારે આઝાદને સ્થળ પરથી હટાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું મોત થયું હતું. કહેવાય છે કે તેને બ્રેડ ડેડ હાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આ દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. બાદમાં, જ્યારે ડોકટરોએ તેનું ECG કરાવ્યું ત્યારે તે પહેલાથી જ મૃત્યુ પામ્યો હતો.
આગ અને વિસ્ફોટ બાદ મેનેજમેન્ટના લોકો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી અને ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. હવે મેનેજમેન્ટ તપાસ કરી રહ્યું છે કે એસીમાં આગ કેવી રીતે લાગી અને વિસ્ફોટ કેવી રીતે થયો. હોસ્પિટલ મેનેજમેન્ટ સહિત વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
