<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

શેખ હસીનાને ભારતમાંથી તગેડી મૂકોઃ બાંગ્‍લા વિદેશ મંત્રી

તેના નિવેદનોથી બાંગ્‍લા વડાપ્રધાન ભારે નારાજ

ઢાકા તા. ૩: બાંગ્‍લા દેશના વિદેશ મંત્રીએ કહ્યું છે કે બાંગ્‍લાદેશ ભારતને વિનંતી કરશે કે શેખ હસીનાનો ભારતમાંથી દેશ નિકાલ કરવામાં આવે. શેખ હસીના સામે બાંગ્‍લાદેશમાં મર્ડર સહિતના અનેક કેસો નોંધાયેલા છે. ત્‍યારે અમારા ગૃહ અને કાનૂન મંત્રી તેના ભારતમાંથી દેશ નિકાલ માટે વિનંતી કરશે. ભારતમાંથી જે રીતે શેખ હસીનાના નિવેદનો આવી રહ્યા છે તેનાથી વચગાળાના બાંગ્‍લા વડાપ્રધાન શ્રી યુનુસ ભારે નારાજ છે. આ વાત ભારતના એલચીને પહોંચાડી છે.

(2:44 PM IST)