<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

સોમવતી અમાસે ઉજ્જૈનમાં મહાકાલની શાહી સવારી : ૭ કિલોમીટર લાંબા કાફલામાં ઉમટયા ૩ લાખ શ્રધ્‍ધાળુઓ

 

ઉજ્જૈનઃ શ્રાવણ માસની સવારીઓના ક્રમમાં સોમવારે ભગવાન મહાકાલની અંતિમ સવારી રાજસી ઠાઠ સાથે નિકળી હતી. સોમવતી અમાસનો સંયોગ હોવાથી આ સવારીનું સ્‍વરૂપ વધુ ભવ્‍ય બન્‍યુહતું. પ્રશાસનીક અધિકારીઓ અનુસાર લગભગ ૩ લાખથી વધારે શ્રધ્‍ધાળુઓએ બાબા મહાકાલના દર્શન કર્યા અને સવારીમાં સામેલ થયા હતા. પર્વ સ્‍નાન માટે સવારે પાંચ વાગ્‍યાથી જ રામઘાટ, સોમકુંડ અને અન્‍ય તીર્થ ઘાટો પર ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી આવેલ શ્રધ્‍ધાળુઓએ ક્ષીપ્રામાં આસ્‍થાની ડુબકી લગાવીને પુણ્‍યલાભ મેળવ્‍યો હતો. તો કેન્‍દ્રીય મંત્રી જયોતીરાદીત્‍ય સિંધીયા પણ સવારીમાં જોડાયા હતા. તેમણે ગોપાલ મંદીરમાં પુજા-આરતી કરીને સિંધીયા રાજ પરિવારની પરંપરા નિભાવી હતી. મુખ્‍યમંત્રી ડોકટર મોહન યાદવ પણ પત્‍ની સાથે સોમવારે સવારે બાબા મહાકાલના દર્શન કરવા પહોંચ્‍યા હતા.

(4:36 PM IST)