News of Tuesday, 3rd September 2024
પંજાબમાં બદમાશોએ સિંગર સિદ્ધુ મૂઝવાલા સ્ટાઈલમાં એક મહિલા સહિત 3 લોકોની હત્યા કરી : કાર રોકી અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું : જુઓ વિડીયો
બદમાશોએ કાર પર લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું : હત્યા કર્યા બાદ બદમાશો ત્યાંથી ખૂબ જ સરળતાથી ભાગી ગયા

Law and order in Punjab is in a deplorable state. The government's failure to address rising crime and ensure safety is deeply concerning.
— AAP watch (@AAP_watch) September 3, 2024
Firing by miscreants on a car in broad daylight in Ferozpur led to the death of 1 female & two youngsters. pic.twitter.com/rPrrdN5Vmn
ચંદીગઢ : પંજાબના ફિરોઝપુરમાં એક દિલધડક કિસ્સો સામે આવ્યો છે. અહીં અજાણ્યા બદમાશોએ એક કાર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે બાઇક સવાર બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. બદમાશોએ કાર પર લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હત્યાની આ ઘટના ગુરુદ્વારા અકાલગઢ સાહિબની સામે થઈ હતી. હત્યાની આ ઘટના પંજાબના સિંગર સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસ જેવી જ છે.
મળતી માહિતી મુજબ, બાઇક પર સવાર બે નકાબધારી શખ્સોએ ગુરુદ્વારા અકાલગઢ સાહિબની સામે એક કારને રોકવા કહ્યું. ડ્રાઈવરે કાર રોકતાની સાથે જ બદમાશોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ દુષ્કર્મ આચર્યા બાદ બંને ખૂબ જ આરામથી ત્યાંથી ભાગી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં રહેલી યુવતીના લગ્ન હતા અને તે તેના માટે શોપિંગ કરવા માર્કેટ જઈ રહી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જે કારમાં બદમાશોએ ગોળીબાર કર્યો હતો તેમાં પાંચ લોકો હતા. આ હુમલામાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. ત્રણેય ભાઈ-બહેન હતા. મૃતકોની ઓળખ દિલપ્રીત અને આકાશ તરીકે થઈ છે. આ બંને મૃતક મહિલાના પિતરાઈ ભાઈ હતા. હાલ પોલીસે ત્રણેયના મૃતદેહને પોતાના કબજામાં લઈ આ કેસની તપાસ શરૂ કરી છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
