તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
કોલકાતાની RG KAR ના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને કોર્ટની બહાર ટોળાએ માર માર્યો: ચોર ચોર ના નારા લાગ્યા
RG કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલને અલીપોર કોર્ટમાં રજૂ કરાયો ત્યારે લોકોએ કર્યો વિરોધ :એક પ્રદર્શનકારીએ ઘોષને થપ્પડ મારી

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલની સોમવારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ઘોષને મંગળવારે અલીપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકો તેમનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન એક પ્રદર્શનકારીએ ઘોષને થપ્પડ મારી હતી. આ સાથે ટોળાએ ચોર-ચોરના નારા પણ લગાવ્યા હતા. જ્યારે સંદીપ ઘોષને અલીપોર કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે અનેક વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો.
ઘણા લોકો કોર્ટની બહાર સંદીપ ઘોષને ફાંસી આપવાની માંગ કરી રહ્યા હતા. તે સમયે કોર્ટ પરિસરમાં સુરક્ષાકર્મીઓની સંખ્યા ઓછી હતી. સંદીપ ઘોષને કોર્ટમાં લઈ જવા માટે સુરક્ષાકર્મીઓએ ઘણી મહેનત કરવી પડી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા ભીડને કાબુમાં લેવા માટે વધુ ફોર્સ બોલાવવામાં આવી હતી. આ પછી કડક સુરક્ષા વચ્ચે સંદીપને કોર્ટ પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાં વિરોધીઓની ભીડ હતી. જ્યારે તેને બહાર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એક પ્રદર્શનકારીએ સંદીપને થપ્પડ મારી હતી
9 ઓગસ્ટની આ ઘટના બાદ દેશમાં વિવિધ સ્થળોએ સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ પછી, હોસ્પિટલે તાત્કાલિક કાર્યવાહી કરી અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને હટાવી દેવામાં આવ્યા, પરંતુ સંદીપ પોસ્ટ પર જ રહ્યા. થોડા દિવસો પછી, તેમની બદલી અને નેશનલ મેડિકલ કોલેજમાં નિમણૂક કરવામાં આવી. જો કે સતત વિરોધના કારણે તેમને ત્યાંથી પણ હટાવી દેવામાં આવ્યા હતા. CBI દ્વારા સોમવારે ભ્રષ્ટાચારના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી મંગળવારે મમતા સરકારે કાર્યવાહી કરી અને સંદીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધો.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
