<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

હાય રે બેકારી : સ્‍વીપરની જગ્‍યા માટે ૪૬૦૦૦ ગ્રેજયુએટ અને પીજીવાળાએ કરી અરજી

પગાર માત્ર ૧૫૦૦૦ : ૧૨મું પાસ ૧૧૭૧૪૪ એ અરજી કરી

ચંદીગઢ, તા.૪: હરિયાણામાં બેરોજગારી કેટલી  બિહામણી છે તેનું નવીનતમ ઉદાહરણ સફાઈ કામદારોની ભરતીમાં જોવા મળ્‍યું છે. હરિયાણા સ્‍કિલ એમ્‍પ્‍લોયમેન્‍ટ કોર્પોરેશનમાં માત્ર રૂ.૧૫ હજારના પગાર સાથે કરાર આધારિત સફાઈ કામદારની જગ્‍યાઓ માટે ૪૬,૦૦૦ થી વધુ તાાતક અને અનુતાાતક વિદ્યાર્થીઓએ અરજી કરી છે.

હરિયાણા સ્‍કિલ એમ્‍પ્‍લોયમેન્‍ટ કોર્પોરેશન (HKRN) ના ડેટા અનુસાર, લગભગ ૩૯,૯૯૦ તાાતક અને ૬,૧૧૨ થી વધુ અનુતાાતક ઉમેદવારોએ ૬ ઓગસ્‍ટથી ૨ સપ્‍ટેમ્‍બરની વચ્‍ચે અરજી કરી છે. આ સિવાય ૧૨મું પાસ થયેલા ૧,૧૭,૧૪૪ લોકોએ પણ આ પોસ્‍ટ માટે અરજી કરી છે.

 એક અધિકારીએ જણાવ્‍યું કે HKRN પૂલ દ્વારા, સરકારી વિભાગો, બોર્ડ અને કોર્પોરેશનોમાં નિયુક્‍ત કરાયેલા કરાર આધારિત સ્‍વચ્‍છતા કાર્યકરને દર મહિને આશરે રૂ. ૧૫,૦૦૦ ચૂકવવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે આ પોસ્‍ટ માટે અરજી કરવામાં કોઈપણ પ્રકારની ગેરસમજ થવાની સંભાવના નથી. જોબ વર્ણન સ્‍પષ્ટપણે કામની પ્રકળતિ જણાવે છે. HKRN વેબસાઇટ પર અરજી કરતી વખતે ઉમેદવારોએ એક ઘોષણા ફોર્મ આપવું જરૂરી છે જેમાં તેઓ ખાતરી કરે છે કે તેઓએ નોકરીનું વર્ણન કાળજીપૂર્વક વાંચ્‍યું છે. જેમાં જાહેર સ્‍થળો અને રસ્‍તા પરથી કચરો હટાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.(

(9:58 AM IST)