<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

રાતના ૧૨ વાગ્‍યા બાદ લગ્ન પ્રસંગોમાં ખાવાનું મળશે નહીં, ૧૦ વાગ્‍યે ડીજે બંધ

હલ્‍દ્વાનીમાં: લાગૂ થયો નવો નિયમ

હલ્‍દ્વાની, તા.૪: લગ્ન-પાર્ટીની વાત આવે ખાવાનું ભૂલાય જાય એવું તો બની જ શકે નહીં. પણ શું હવેથી લગ્નમાં ૧૨ વાગ્‍યા બાદ ખાવાનું મળશે નહીં. જી હાં, હલ્‍દ્વાનીમાં આયોજીત થનારા લગ્ન સમારંભમાં રાતના ૧૨ વાગ્‍યા બાદ કોઈને ખાવાનું મળશે નહીં. તેની પાછળનું કારણ પણ સામે આવ્‍યું છે.

વિવાહ સમારંભ સંયુક્‍ત વ્‍યાપાર સંઘર્ષ સમિતિએ બેઠકમાં રાતના ૧૨ વાગ્‍યા બાદ ભોજન ન પિરસવા, ઈવેન્‍ટ તૈયાર કર્યા બાદ ૯૦ ટકા પેમેન્‍ટ અને રાતના ૧૦ વાગ્‍યા બાદ બેન્‍ડવાજા નહીં વગાડવાનો નિર્ણય લીધો છે. રવિવારે રામપુર રોડ પર આવેલા એક હોલમાં સમિતિએ બેઠક બોલાવી હતી. જ્‍યાં લગ્ન સમારંભમાં થઈ રહેલી તકલીફો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ અવસર પર ઈવેન્‍ટના ૯૦ ટકા એડવાન્‍સ પેમેન્‍ટ લેવા, રાતના દસ વાગ્‍યા બાદ ડીજે વગાડવા નહીં, તેવા નિર્ણયો લેવામાં આવ્‍યા છે.

બેઠકમાં કારીગરોની સમસ્‍યાઓ વિશે વાત કરતા કેટરિંગ એસોસિએશનના અધ્‍યક્ષ રુપેન્‍દ્ર નાગરે કહ્યું કે, ઘણી વાર આગામી દિવસ પણ સવારે બુકીંગ મળતા રહે છે અથવા તો તે જ જગ્‍યાએ સવાર સવારમાં ચા નાશ્‍તો તૈયાર કરવાનો હોય છે. ત્‍યારે આવા સમયે કારીગર મોડી રાત સુધી કામ કરવાના કારણે ગુસ્‍સે થાય છે. તેનાથી કામ પર અસર પડે છે. લગ્નમાં હવે ડીજે તો ૧૦ વાગ્‍યે બંધ થઈ જશે, પણ ખાવાનું આખી રાત સુધી ચાલતું રહે છે. જેનાથી કેટલીય મુશ્‍કેલીઓ આવે છે. એટલા માટે સમિતિએ રાતના ૧૨ વાગ્‍યા બાદ ભોજન નહીં પિરસવાનો નિર્ણય લીધો છે.

(9:59 AM IST)