<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

તાનાશાહે પૂરપ્રકોપ માટે જવાબદાર ૩૦ ઓફિસરોને ફાંસીએ લટકાવ્‍યા

અધિકારીઓને મોત માટે જવાબદાર ઠેરવી લટકાવી દીધા : ઉ. કોરિયાના ‘માથા ફરેલા' કિંગ જોંગ-ઉન ચાંગાંગ પ્રાંતમાં આવેલા પૂર-ભૂસ્‍ખલનથી ૪૦૦૦ના મોતથી લાલઘૂમ : હજુ ગયા મહિને જ ઉ.કોરિયાના તુંડમિજાજી શાસકે પક્ષના ૨૦ થી ૩૦ ટોચના લોકોને મૃત્‍યુદંડ આપ્‍યો'તો

નવી દિલ્‍હી તા. ૪ : ઉત્તર કોરિયાના ‘માથા ફરેલા' શાસક કિમ જોંગ ઉનનો તાનાશાહી ચહેરો ફરી સામે આવ્‍યો છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, દેશમાં પૂરને રોકવામાં નિષ્‍ફળ રહેવા બદલ ૩૦ સરકારી અધિકારીઓને ફાંસી આપવામાં આવી હતી. કેટલાક વધુ અધિકારીઓને ફાંસીની સજા આપવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. ઉત્તર કોરિયામાં પૂરના કારણે અત્‍યાર સુધીમાં ૪૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.  ચાંગંગ પ્રાંતમાં ભારે વરસાદ અને ભૂસ્‍ખલનને કારણે સૌથી વધુ મોત થયા છે. દરેક દેશમાં ગંભીર ગુના પછી મૃત્‍યુદંડ આપવામાં આવે છે. ઉપરાંત, ઘણા દેશોમાં મૃત્‍યુદંડની કોઈ જોગવાઈ નથી. આ દરમિયાન ઉત્તર કોરિયાએ તેના દેશના અધિકારીઓને એક એવા કેસમાં મોતની સજાની જાહેરાત કરી છે જે તમને ચોંકાવી દેશે. હજુ ગયા મહિને જ ઉત્તર કોરિયાના તુંડમિજાજી શાસકે પક્ષના ૨૦ થી ૩૦ ટોચના લોકોને મૃત્‍યુદંડની સજા આપી હતી. ૪ હજાર લોકોના મોતથી ગુસ્‍સે ભરેલા શાસકે ચોંકાવનારો નિર્ણય લીધો.

ચોસુન ટીવીએ તેના અહેવાલમાં દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાની સરકારે એવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે કે જેઓ મૃત્‍યુઆંકને રોકવામાં નિષ્‍ફળ રહ્યા હોવાનો આરોપ છે. ચોસુન ટીવીએ ઉત્તર કોરિયાના એક અધિકારીને ટાંકીને જણાવ્‍યું હતું કે જવાબદારોને સખત સજાનો સામનો કરવો પડશે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્‍યો છે કે ગયા મહિનાના અંતમાં પૂરગ્રસ્‍ત વિસ્‍તારના ૨૦ થી ૩૦ અધિકારીઓ એકસાથે માર્યા ગયા હતા.

ઉત્તર કોરિયાની સેન્‍ટ્રલ ન્‍યૂઝ એજન્‍સીએ અહેવાલ આપ્‍યો છે કે કિમ જોંગ ઉને જુલાઈમાં ચીનની સરહદ નજીક ચાગાંગ પ્રાંતમાં વિનાશક પૂર પછી અધિકારીઓને સખત સજા કરવાનો આદેશ આપ્‍યો હતો. KCNA અનુસાર, સિનુઇજુમાં આયોજિત કટોકટી પોલિટબ્‍યુરોની બેઠકમાં, કિમ જોંગ ઉને તેના અધિકારીઓને કહ્યું કે જેઓ આપત્તિ વ્‍યવસ્‍થાપન માટે તેમની જવાબદારીઓની અવગણના કરે છે તેમને સખત સજા કરો.

જુલાઈમાં, ઉત્તર-પヘમિ પ્રાંતમાં ગંભીર પૂરને કારણે હજારો રહેવાસીઓ બેઘર થયા અને ઘણા લોકો માર્યા ગયા. દક્ષિણ કોરિયાના મીડિયા અનુસાર, પૂરથી મૃત્‍યુઆંક ૪૦૦૦ને વટાવી શકે છે.

(3:24 PM IST)