<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ગ્લોબલ માર્કેટમાં તૂટતાં ભારતીય શેરબજારોમાં મોટો ઘટાડો: સેન્સેક્સ અને નિફ્ટી ધોવાઈ ગયા

અમેરિકન બજારોમાં મંદીના આશંકા વચ્ચે ભારતીય શેર માર્કેટમાં કડાકો:ખુલતા જ સેન્સેક્સમાં 500 આંક અને નિફ્ટીમાં 185 આંકનું ગાબડું

મુંબઈ : ગ્લોબલ માર્કેટમાં મંદીના ભણકારા વચ્ચે ભારતીય શેરબજારોમાં મોટો ઘટાડો જોવાયો હતો સેન્સેક્સ અને નિફટી ખુલતા જ ધોવાઈ ગયા છે,અમેરિકન બજારોમાં મંદીના આશંકા વચ્ચે ભારતીય શેર માર્કેટમાં કડાકો બોલ્યો હતો .સેન્સેક્સમાં 500 આંક અને નિફ્ટીમાં 185 આંકનો મોટો ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સ 500થી વધુ આંકના ઘટાડા સાથે 82,000 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડો સાથે 25,100 પર કારોબાર કરી રહ્યો છે. 1605 શેર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. જ્યારે 879 શેરમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30માંથી 28 શેરમાં ઘટાડો છે. જ્યારે નિફ્ટીના 50ના 46 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

Infy શેર 1.69 ટકા, M&M શેર 1.40 ટકા, ટેક મહિન્દ્રા 1.30 ટકા, TCS શેર 1.25 ટકા અને LT શેર 1.23 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સના શેરમાં આંશિક ઘટાડો થયો હતો, ત્યારે ટાટા ગ્રુપની ઘણી કંપનીઓના શેર 0.50 ટકા, ટાટા સ્ટીલના શેર 0.62 ટકા, ટાઇટનના શેર 0.86% ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. જ્યારે BPCL, Asian Paints, SunPharma, HDFC Bank Share ના શેરમાં તેજી જોવા મળી.

એશિયન માર્કેટમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 3.31 ટકા નીચે છે. હોંગકોંગનો હેંગસેંગ 0.90 ટકા અને ચીનનો શાંઘાઈ 0.40 ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ગઈ કાલે અમેરિકન બજારનો ડાઉ જોન્સ 1.51 ટકા ઘટીને 40,936 પર બંધ થયો હતો. નાસ્ડેક 3.26 ટકા ઘટીને 17,136 પર જ્યારે S&P500 2.12 ટકા ઘટીને 5,528 પર બંધ થયો હતો.

(11:48 AM IST)