<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

શેરબજાર ધબાય નમઃ ૩ લાખ કરોડ સ્‍વાહા !

અમેરિકા - ચીનને પગલે વિશ્‍વના બજારોમાં કોહરામ બપોરે ૨.૩૦ કલાકે સેન્‍સેકસ ૩૨૯ તો નીફટી ૧૨૨ ડાઉન

મુંબઇ, તા.૪: શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્‍યો છે. ૩૦-સંવેદનશીલ સૂચકાંક સેન્‍સેક્‍સ ૮૧,૮૪૫.૫૦ પર ખુલ્‍યો. સવારે ૧૦.૩૬ વાગ્‍યા સુધી સેન્‍સેક્‍સનું ઇન્‍ટ્રા-ડે લો લેવલ ૮૧,૮૩૩.૬૯ પોઈન્‍ટ છે. બુધવારે સવારે ૨૫,૦૮૯.૯૫ પર ખૂલ્‍યા બાદ નિફ્‌ટી ૫૦ ૨૫,૦૮૩.૮૦ની ઇન્‍ટ્રાડે નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

સેન્‍સેક્‍સમાં ભારે ઘટાડાથી રોકાણકારોને આજે ૩.૧ લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સેન્‍સેક્‍સ લિસ્‍ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૪૬૨.૪૦ લાખ કરોડ થયું છે. શેરબજારમાં આવેલા આ જોરદાર ઉછાળા પાછળનું કારણ અમેરિકા અને ચીનમાંથી આવી રહેલા નેગેટિવ રિપોર્ટ્‍સ હોવાનું માનવામાં આવે છે.આ લખાય છે ત્‍યારે સેન્‍સેક્‍સ ૩૨૯ પોઇન્‍ટ ઘટીને ૮૨૨૨૫ અને નિફ્‌ટી ૧૨૨ ઘટીને ૨૫૧૫૭ ઉપર છે

SE અને NSEના ડેટા અનુસાર IT, ફાઈનાન્‍સ અને મેટલ્‍સ શેર્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્‍ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્‍ડટી, ટીસીએસ, ભારતી એરટેલ અને એસબીઆઈના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. દરમિયાન, JSW સ્‍ટીલ અને ટાટા સ્‍ટીલ ટોપ લુઝર શેરોની યાદીમાં દેખાય છે.

શેરબજારમાં ઘટાડા પાછળના ૪ મુખ્‍ય કારણો શું છે?

૧- શેરબજારમાં ઘટાડા પાછળનું કારણ અમેરિકાના મોટા બજારમાંથી મળી રહેલા સંકેતો માનવામાં આવી રહ્યા છે. ઇન્‍સ્‍ટિટયૂટ ફોર સપ્‍લાય મેનેજમેન્‍ટ (ISM)ના ડેટા અનુસાર, ઓગસ્‍ટ મહિનામાં અમેરિકાના મેન્‍યુફેક્‍ચરિંગ સેક્‍ટરમાંથી બહુ સારા સમાચાર આવવાના નથી.૨- વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર ભારતીય શેરબજારો પર પણ પડી છે. ખાસ કરીને ટેક્રોલોજી શેરોએ સ્‍થિતિ વધુ ખરાબ કરી છે. અમેરિકન માર્કેટમાં AI સેક્‍ટર સાથે સંબંધિત Nvidiaના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્‍યો છે. નાસ્‍ડેક કમ્‍પોઝિટ અને ડાઉ જોન્‍સમાં મોટો ઘટાડો જોવા મળ્‍યો છે. ૩- રોકાણકારોની નજર પણ ફેડરલ રિઝર્વની બેઠક પર ટકેલી છે. જેરોમ પોવેલે વ્‍યાજદરમાં છૂટ આપવાનો સંકેત આપ્‍યો છે. એવું માનવામાં આવે છે કે ૨૫ બેસિસ પોઈન્‍ટ્‍સથી ૫૦ બેસિસ પોઈન્‍ટ્‍સનો ઘટાડો શકય છે ૪- ચીન તરફથી પણ કોઈ સમાચાર આવી રહ્યા નથી. રિપોર્ટ અનુસાર ચીનની અર્થવ્‍યવસ્‍થા આ સમયે ઘણો સંઘર્ષ કરી રહી છે. જેના કારણે તેમના દ્વારા નિર્ધારિત ટાર્ગેટ વર્ષના અંત સુધીમાં ભાગ્‍યે જ પ્રાપ્ત થઈ શકશે. આ પહેલા મંગળવારે સેન્‍સેક્‍સની તેજીની ચાલમાં વિરામ જોવા મળ્‍યો હતો. તે જ સમયે, નિફ્‌ટી ૫૦ ગઈ કાલે નજીવા ઘટાડા સાથે બંધ થયો હતો. રોકાણકારોના દૃષ્ટિકોણથી છેલ્લું સપ્તાહ શાનદાર રહ્યું હતું

(4:08 PM IST)