<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કેમ પડી ?: નીતિન ગડકરીએ કહ્યું ક્યાં ભૂલ થઈ

મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પહેલીવાર નિવેદન આપ્યું

મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા 26 ઓગસ્ટના રોજ ભારે પવનના કારણે પડી ગઈ હતી. આ પછી વડા પ્રધાન મોદીએ 30 સપ્ટેમ્બરે પાલઘરમાં એક રેલી દરમિયાન માફી માંગી હતી અને કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર મહારાજા નથી પરંતુ પૂજનીય છે. મૂર્તિના ધ્વસ્ત થયા બાદ મહારાષ્ટ્રમાં ભારે રાજનીતિ થઈ હતી અને વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શિવાજી મહારાજની પ્રતિમા વિશે મોટી વાત કહી છે અને કહ્યું છે કે કઈ ભૂલથી પ્રતિમા પડી ?

   કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જો સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા બનાવવામાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે પડી ન હોત. તેમણે દરિયાઈ વિસ્તારોમાં એન્ટી-રસ્ટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

   FICCIની એક ઈવેન્ટમાં બોલતા તેમણે કહ્યું, 'હું છેલ્લા ત્રણ વર્ષથી આગ્રહ કરી રહ્યો છું કે દરિયાની નજીકના પુલના નિર્માણમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થવો જોઈએ. જ્યારે હું (મહારાષ્ટ્રમાં મંત્રી) મુંબઈમાં 55 ફ્લાયઓવર બનાવવાનું કામ કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને છેતર્યો હતો. તેણે લોખંડના સળિયા પર પાવડર કોટિંગ લગાવ્યું અને કહ્યું કે તે રસ્ટપ્રૂફ છે..પરંતુ તેને કાટ લાગ્યો છે. હવે મને લાગે છે કે દરિયાના 30 કિલોમીટરની અંદરના તમામ રસ્તાઓમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થવો જોઈએ. જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય પડી ન હોત.

    સિંધુદુર્ગ પોલીસે માલવણના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ એક સપ્તાહથી વધુ સમયથી ગુમ થયેલા શિલ્પકાર જયદીપ આપ્ટે સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે. ગયા અઠવાડિયે, માલવણ પોલીસે આપ્ટે અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર ચેતન પાટીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધી હતી. પાટીલ 5 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે આપ્ટે હજુ છુપાયેલા છે 

   અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ 4 ડિસેમ્બર 2023ના રોજ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. 266 દિવસ પછી 26 ઓગસ્ટ 2024ના રોજ શિવાજી મહારાજની આ પ્રતિમા જોરદાર પવનને કારણે પડી ગઈ. આ પછી, 30 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ પાલઘરમાં રેલી દરમિયાન આ માટે માફી માંગી હતી

(1:20 PM IST)