<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

રેલ્‍વે ટ્રેકમેન માટે સીસ્‍ટમમાં કોઇ પ્રમોશન કે ઇમોશન નથીઃ સૌથી વધુ ઉપેક્ષા મળીઃ રાહુલ ગાંધી

વિપક્ષી નેતાની ટ્રેકમેનો સાથે મુલાકાતઃ સમસ્‍યા જાણી

નવી દિલ્‍હી,તા. ૪: વિપક્ષી નેતા રાહુલ ગાંધી રેલ્‍વેના ટ્રેકમેનોને મળ્‍યા બાદ જણાવેલ કે રેલ્‍વેને ગતિશીલ અને સુરક્ષીત બનાવી રાખનાર ટ્રેકમેન ભાઇઓ માટે સીસ્‍ટમમાં કોઇ પ્રમોશન નથી કે કોઇ ઇમોશન પણ નથી.

ભારતીય રેલ કર્મચારીઓમાં ટ્રેક મેન સૌથી વધુ ઉપેક્ષીત છે તેમને મળીને તેમની સમસ્‍યાઓ અને પડકારોને સમજવાની તક મળી છે. ટ્રેકમેન ૩૫ કિલો ઓજારો ઉઠાવીને દરરોજ ૮ થી ૧૦ કિમી પગપાળા ચાલે છે તેમની કારકિર્દી પાટા ઉપરથી શરૂ થઇ પાટા ઉપર જ નિવૃત થાય છે.

જે વિભાગીય પરીક્ષા પાસ કરી બીજા કર્મચારી સારા પદ ઉપર પહોંચે છે તે પરિક્ષામાં ટ્રેકમેનને બેસવા દેવાતા નથી. ટ્રેકમેન ભાઇઓએ જણાવેલ કે દર વર્ષે ૫૫૦ ટ્રેકમેન દુર્ઘટનાનો શિકાર બની જીવ ગુમાવે છે કેમ કે તેમની સુરક્ષાની પુરતી વ્‍યવસ્‍થા નથી.

વિપરિત પરિસ્‍થિતિમાં પ્રાથમીક સુવિધાઓ વિના દિવસ-રાત મહેનત કરતા ટ્રેકમેન ભાઇઓની કામ દરમિયાન દરેક ટ્રેકમેનને રક્ષક યંત્ર આપવામાં તથા વિભાગીય પરીક્ષા દ્વારા પ્રમોશનની તક આપવાની મુખ્‍ય માંગને સાંભળવી જરૂરી હોવાનું પણ રાહુલે જણાવ્‍યુ હતું.

ટ્રેકમેનની તપસ્‍યાથી જ કરોડો દેશવાસીઓની સુરક્ષીત રેલ યાત્રા પુરી થાય છે. આપણે તેમની સુરક્ષા અને પ્રગતિ બંને સુનિヘતિ કરવી પડશેનું પણ રાહુલે અંતમાં જણાવ્‍યુ હતું.

(1:52 PM IST)