<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

હવે 6 સપ્ટેમ્બરે રિલીઝ નહીં થાય કંગનાની ફિલ્મ 'ઇમરજન્સી', સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું?

કંગના રનૌતની ફિલ્મને લઈને હોબાળો ચાલુ:ઘણા શીખ સંગઠનોએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી: મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી પણ દાખલ:શીખ સંગઠનોએ ફિલ્મ પર ખોટી છબી બતાવવાનો આરોપ લગાવ્યો

મુંબઈ કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' વિવાદોમાં ઘેરાયેલી છે. હવે આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં. બોમ્બે હાઈકોર્ટે સેન્સર બોર્ડને તાત્કાલિક પ્રમાણપત્ર જારી કરવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે જો આમ કરવામાં આવશે તો તે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ હશે.  કંગના રનૌતની ફિલ્મને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી.

    સુનાવણી દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે તે સીબીએફસીને પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપી શકે નહીં, કારણ કે મધ્યપ્રદેશ હાઈકોર્ટે જબલપુર શીખ સંગત દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાઓ પર નિર્ણય લેવા માટે સેન્સર બોર્ડને પહેલેથી જ આદેશ આપ્યો છે. શીખ સંગતે ફિલ્મ અને તેના ટ્રેલર સામે વાંધો ઉઠાવ્યો છે. હાઈકોર્ટે સીબીએફસીને જબલપુર શીખ સંગત અથવા અન્ય કોઈ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ પર 18 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે

   CBFC એ કંગના રનૌતની ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી. આ પછી ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. કંપનીએ સેન્સર સર્ટિફિકેટ આપવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે આ વાતને નકારી કાઢી હતી 

  ઝી એન્ટરટેઈનમેન્ટ ઈમરજન્સી ફિલ્મના નિર્માતા છે. અરજીમાં કંપનીએ દાવો કર્યો હતો કે સીબીએફસીએ મનસ્વી રીતે પ્રમાણપત્ર રોકી રાખ્યું હતું. આ અરજીની સુનાવણી જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની ડિવિઝન બેંચ દ્વારા કરવામાં આવી હતી.

(1:59 PM IST)