<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

દિલ્‍હી-એનસીઆરમાં હવામાનમાં પલ્‍ટોઃવરસાદઃ ગુરૂગ્રામમાં રસ્‍તાઓ પાણી-પાણી

નવી દિલ્‍હી તા. ૪: રાજધાની દિલ્‍હી તથા એનસીઆરમાં બપોરે હવામાનમાં અચાનક પલ્‍ટો આવ્‍યો હતો. ઠંડા પવનો સાથે જ આકાશમાં કાળા વાદળો છવાયેલા છે. દિલ્‍હી અને નોઇડામાં હળવો વરસાદ પડયો છે. જયારે ગુરૂગ્રામમાં જોરદાર વરસાદથી રસ્‍તાઓ ઉપર પાણી ભરાઇ ગયા હતા. જેથી જામની સ્‍થિતિ બની હતી. તેથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

(3:50 PM IST)