<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

અમેરિકાના ટેક્‍સાસમાં પાંચ વાહનો વચ્‍ચે ભયાનક અકસ્‍માત : ૪ ભારતીયો જીવતા સળગી મર્યા : DNA ટેસ્ટથી થશે ઓળખ : બે મૃતકો હૈદરાબાદના રહેવાસી

મૃતકોની ઓળખ આર્યન રઘુનાથ ઓરમાપતિ, ફારૂક શેખ, લોકેશ પલાચરલા અને દર્શિની વાસુદેવન તરીકે થઈ

ટેક્સાસ : અમેરિકાના ટેક્સાસમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળના ચાર નાગરિકોના મોત થયા છે.  મૃતકોની ઓળખ આર્યન રઘુનાથ ઓરમાપતિ, ફારૂક શેખ, લોકેશ પલાચરલા અને દર્શિની વાસુદેવન તરીકે થઈ છે. 

આમાંના બે મૃતકો હૈદરાબાદના રહેવાસી હતા. રોડ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.  વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રસ્તાની એક તરફ ટ્રાફિક સુચારૂ રીતે ચાલી રહ્યો છે. સાથે જ રોડની બીજી બાજુ પર અનેક વાહનો છે જે અકસ્માતનો ભોગ બન્યા છે.  ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોડ એક્સિડન્ટ ગયા અઠવાડિયે શુક્રવારે થયો હતો. મૃતકોમાં બે હૈદરાબાદના રહેવાસી હતા. તમામ ભારતીયો કારપૂલિંગ એપ દ્વારા SUB (કાર)માં બેન્ટનવિલે, અરકાનસાસ જઈ રહ્યા હતા.  તે દરમિયાન પાછળથી આવતી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. 

 અથડામણને કારણે કારમાં આગ લાગી હતી, જેના કારણે તેમાં બેઠેલા લોકો ફસાઈ ગયા હતા. કારમાં આગ લાગવાથી ચારેય લોકો દાઝી ગયા હતા. કારપુલિંગ એપ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી છે. 

 જો કે, તેમની વાસ્તવિક ઓળખ સ્થાપિત કરવા માટે તેમના માતાપિતા સાથે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. 

 કહેવામાં આવી રહ્યું છે કે ઓરમપતિ તેના પિતરાઈ ભાઈને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા. દરમિયાન લોકેશ તેની પત્નીને મળવા બેન્ટનવિલે જઈ રહ્યો હતો. દર્શિની વાસુદેવન તેના કાકાને બેન્ટનવિલેમાં મળવા જઈ રહી હતી. ચારેય કારપૂલિંગ એપ દ્વારા મળ્યા હતા અને આગળ મુસાફરી કરી રહ્યા હતા. 

તમને જણાવી દઈએ કે દુર્ઘટનાના થોડા સમય પહેલા સુધી દર્શિની વાસુદેવનના માતા-પિતા તેના નિયમિત સંપર્કમાં હતા. તેમણે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરને મદદ માટે અપીલ કરી છે. 

 જોકે, સ્થાનિક પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ કરવામાં આવશે. અમેરિકામાં છેલ્લા સપ્તાહની લાંબી રજાઓના કારણે પ્રક્રિયા પૂર્ણ કરવામાં વિલંબ થયો છે.

(4:28 PM IST)