તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
હવે કોઇપણ બેંક શાખામાંથી પેન્શન મળશે : ૭૮ લાખ ઇ.પી.એસ. પેન્શનરો માટે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાની જાહેરાત
આગામી તબક્કામાં આધારથી પેમેન્ટ અંગે પણ ચર્ચા-વિચારણા : ૧ જાન્યુઆરી -ર૦રપ થી નવી સિસ્ટમ અમલમાં આવશે

નવી દિલ્હી, તા. ૪ : કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ ૭૮ લાખ ઇ.પી.એસ. પેન્શનરો માટે મહત્વની જાહેરાત કરી છે.
ડો. મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું છે કે હવે કોઇપણ બેંક શાખામાં ગમે ત્યાંથી પેન્શન મળશે. સેન્ટ્રલલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમને મંજુરી આપવામાં આવી છે. ૧ જાન્યુઆરી-ર૦રપ થી નવી સિસ્ટમ અમલમાં આવશે. આગામી તબક્કામાં આધારથી પેમેન્ટ અંગે વિચારણા કરાશે. ઇ.પી.એફ.ઓ.ના આધુનિકકરણમાં સીમાચિન્હ પગલું છે. તેમન ડો. માંડવીયાએ જણાવ્યું છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
