તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
હરિયાણા વિધાનસભા ચૂંટણી: JJP અને ASPએ 19 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી : દુષ્યંત ચૌટાલા ઉચાનાથી ચૂંટણી લડશે.
દુષ્યંત ચૌટાલાના ભાઈ દિગ્વિજય ચૌટાલા ડબવાલી બેઠક પરથી ચૂંટણી લડશે:યાદીમાં આઝાદ સમાજ પાર્ટીના ચાર ઉમેદવારોના નામ: જેજેપી 70 સીટો પર અને એએસપી 20 સીટો પર ચૂંટણી લડશે.

નવી દિલ્હી : JJP (જનનાયક જનતા પાર્ટી) અને ASP (આઝાદ સમાજ પાર્ટી) ગઠબંધને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 19 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. હરિયાણાના પૂર્વ ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા ઉચાના સીટથી ચૂંટણી લડશે. તેમના ભાઈ દિગ્વિજય ચૌટાલા ડબવાલી બેઠક પરથી ચૂંટણી લડશે. આ યાદીમાં આઝાદ સમાજ પાર્ટીના ચાર ઉમેદવારોના નામ છે, જેઓ સધૌરા, જગાધરી, સોહના અને પલવલ સીટ પરથી ચૂંટણી લડશે.
જનનાયક જનતા પાર્ટી અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વચ્ચેના ગઠબંધન પર ગયા મહિને મહોર લાગી હતી. દિલ્હીમાં દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખર આઝાદ વચ્ચે મુલાકાત થઈ હતી. આ પછી ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં જ બંને વચ્ચે સીટોને લઈને ડીલ થઈ છે
. જેજેપી 70 સીટો પર અને એએસપી 20 સીટો પર ચૂંટણી લડશે. 90 વિધાનસભા સીટોમાંથી જેજેપી 70 અને આઝાદ સમાજ પાર્ટી 20 સીટો પર ચૂંટણી લડશે. જેજેપીનું લોકસભા ચૂંટણી સુધી ભાજપ સાથે ગઠબંધન હતું. દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી સીએમ પણ હતા. ચૂંટણી પહેલા સીટ વહેંચણીના વિવાદ બાદ તેઓ અલગ થઈ ગયા હતા. આ પછી જેજેપીએ હવે આઝાદ સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે

(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
