<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

હરિયાણા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર:સીએમ સૈની સહિત 67 ઉમેદવારોની જાહેરાત: જુઓ સંપૂર્ણ યાદી

ભાજપે પંચકુલાથી જ્ઞાનચંદ ગુપ્તા, અંબાલા કેન્ટથી અનિલ વિજ, જગાધરીથી કંવર પાલ ગુર્જર, રતિયાથી સુનિતા દુગ્ગલ, આદમપુરથી ભવ્ય બિશ્નોઈ અને સોહનાથી તેજપાલ તંવરને મેદાનમાં ઉતાર્યા

નવી દિલ્હી :ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 67 ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીને લાડવા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે. પાર્ટીએ વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી અગ્રણી નેતાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

  સીએમ નાયબ સિંહ સૈનીને મેદાનમાં ઉતારવા ઉપરાંત ભાજપે પંચકુલાથી જ્ઞાનચંદ ગુપ્તા, અંબાલા કેન્ટથી અનિલ વિજ, જગાધરીથી કંવર પાલ ગુર્જર, રતિયાથી સુનિતા દુગ્ગલ, આદમપુરથી ભવ્ય બિશ્નોઈ અને સોહનાથી તેજપાલ તંવરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી આ મુજબ છે

     1 લાડવા નાયબ સિંહ સૈની 2 કાલકા શક્તિ રાણી શર્મા 3 પંચકુલા જ્ઞાનચંદ ગુપ્તા 4 અંબાલા કેન્ટ અનિવ વિજ 5 અંબાલા શહેર અસીમ ગોયલ 6 મુલ્લાના સંતોષ સરવાન 7 સુધૌરા બળવંત સિંહ 8 જગધરી કંવર પાલ ગુર્જર 9 યમુનાનગર ઘનશ્યામ દાસ અરોરા 10 રાદૌરા શ્યામસિંહ રાણા 11 શાહબાદ સુભાષ કલસાણા 12 થાનેસર સુભાષ સુધા 13 પેહોવા સરદાર કમલજીત સિંહ અજરાણા 14 ગુહલા કુલવંત જુગલર 15 કલાયત કમલેશ ધાંડા 16 કૈથલ લીલા રામ ગુર્જર 17 નિલોખેડી ભગવાનદાસ કબીરપંથી 18 ઈન્દ્રી રામ કુમાર કશ્યપ 19 કરનાલ જમ્મોહન આનંદ 20 ઘરૌંડા હરવિન્દર કલ્યાણ 21 પાણીપત ગ્રામીણ મહિપાલ ધંડા 22 પાણીપત શહેર પ્રમોદકુમાર વિજ 23 ઈસરાના કૃષ્ણ લાલ પાનવા 24 સામલખા મનમોહન ભડાના 25 ખારઘોડા પવન ખરઘોડા 26 સોનીપત નિખિલ મદન 27 ગોહાના અરવિંદ શર્મા 28 સફીડોન રામ કુમાર ગૌતમ 29 જીંદ કૃષ્ણ લાલ મિધા 30 ઉચાન કાલન દેવેન્દ્ર અત્રી 31 તોહાના દેવેન્દ્ર સિંહ બબલી 32 ફતેહાબાદ દુદા રામ બિશ્નોઈ 33 રાતિયા સુનીતા દુગ્ગલ 34 કલાનવતી રાજીન્દર દેશુજોધા 35 રાનિયા શીશપાલ કંબોજ 36 આદમપુર ભવ્ય બિશ્નોઈ 37 ઉકલાના અનુપ ધાનક 38 નારનૌંદ કેપ્ટન અભિમન્યુ 39 હાંસી વિનોદ ભાયા 40 બરવાળા રણબીર ગંગવા 41 હિસાર કમલ ગુપ્તા 42 નલવા રણધીર પનિહાર 43 લોહારુ જેપી દલાલ 44 બાદરા ઉમેદ પટુવાસ 45 દાદરી સુનીલ સાંગવાન 46 ભીવાની ઘનશ્યામ સરાફ 47 તોષમ શ્રુતિ ચૌધરી 48 બાવની ખેડા કપૂર વાલ્મીકિ 49 મહેમદ દીપક હુડા 50 ગઢી સાંપલા-કિલોઈ મંજુ હુડા 51 કલાનૌર રેણુ ડબલા 52 બહાદુરગઢ દિનેશ કૌશિક 53 બદલી ઓમ પ્રકાશ ધનખર 54 ઝજ્જર કેપ્ટન બિરધના 55 બેરી સંજય કાબલાના 56 અેટલી આરતી સિંહ રાવ 57 નાંગલ ચૌધરી અભય સિંહ યાદવ 58 કોસલી અનિલ દહીના 59 રેવાડી લક્ષ્મણ સિંહ યાદવ 60 બાદશાહપુર રાવ નરબીર સિંહ 61 ગુડગાંવ મુકેશ શર્મા 62 સોહના તેજપાલ તંવર 63 પલવલ ગૌરવ ગૌતમ 64 પ્રિથલા ટેક ચંદ શર્મા 65 બલ્લભગઢ મૂળચંદ શર્મા 66 ફરીદાબાદ વિપુલ ગોયલ 67 ટીગાંવ રાજેશ નગર

(9:46 PM IST)