<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ભારે વરસાદથી જોધપુર અને ઉદયપુરમાં પૂરની સ્થિતિ : અનેક જિલ્લાઓમાં એલર્ટ : રેલવે વ્યવહારને માઠીઅસર

જોધપુર-જેસલમેર રૂટ પર ટ્રેક નીચે માટી ધસી પડતાં પાંચ ટ્રેનો રદ :બેના રૂટ બદલવામાં આવ્યા

રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મંગળવારે રાતથી પડી રહેલા વરસાદને કારણે રાજસ્થાનના જોધપુર અને ઉદયપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જોધપુર-જેસલમેર રૂટ પર ટ્રેક નીચે માટી ધસી પડતાં પાંચ ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે બેના રૂટ બદલવામાં આવ્યા હતા.

બુધવારે ઉદયપુરમાં પાંચ કલાકના ભારે વરસાદ બાદ સ્વરૂપ સાગરના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં બાંસવાડા, ડુંગરપુર, જાલોર, ઝાલાવાડ, જોધપુર, પાલી, ફલોદી, સાંચોર, સિરોહી અને ઉદયપુરમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના દર્શાવતા યલો એલર્ટ જાહેર કર્યું છે.

જોધપુરના ડિવિઝનલ રેલવે મેનેજર પંકજ કુમાર સિંહે જણાવ્યું કે ટીમ જ્યાં પાટા પરથી કાદવ વહી રહ્યો છે ત્યાં પહોંચી ગઈ છે અને કામ શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં આ માર્ગ પર વાહનવ્યવહાર શરૂ કરવામાં આવશે.

(11:57 PM IST)