News of Thursday, 5th September 2024
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના લ્પકાર જયદીપ આપ્ટેની થાણેથી ધરપકડ: મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહી
સિંધુદુર્ગ પોલીસે આપ્ટે સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) પણ બહાર પાડ્યો હતો

મહારાષ્ટ્રના રાજકોટ કિલ્લામાં પડેલી છત્રપતિ શિવાજીની પ્રતિમાના આર્કિટેક્ટ જયદીપ આપ્ટેની પોલીસે ધરપકડ કરી છે. જયદીપની થાણે જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી
સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા સંબંધમાં જયદીપ આપ્ટે સામે કેસ નોંધવામાં આવ્યો છે. .
26 ઓગસ્ટના રોજ પ્રતિમા તૂટી પડી તે દિવસથી પોલીસ 24 વર્ષીય આપ્ટેની શોધ કરી રહી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો
સિંધુદુર્ગ પોલીસે આપ્ટે સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) પણ બહાર પાડ્યો છે, જેથી તેને દરિયાઈ બંદરો, એરપોર્ટ અને અન્ય તમામ એક્ઝિટ પોઈન્ટ દ્વારા દેશ છોડવામાં ન આવે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
