હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું:ધારાસભ્ય પત્ની રીવાબાએ શેર કર્યું ક્રિકેટરનું સભ્યપદ કાર્ડ.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લઈ લીધું

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયા છે. તેમણે ભાજપનું સભ્યપદ લીધું છે. પત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર ક્રિકેટરનું મેમ્બરશિપ કાર્ડ શેર કર્યું છે. રીવાબા ભાજપના ધારાસભ્ય છે. તેઓ 2022માં ગુજરાતના જામનગરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. તમને જણાવી દઈએ કે ભાજપે સોમવારે (2 સપ્ટેમ્બર)ના રોજ ‘સંગઠન પર્વ, સભ્યપદ અભિયાન 2024’ની શરૂઆત કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાનું અને જાડેજાનું મેમ્બરશિપ કાર્ડ શેર કરતી વખતે, રીવાબાએ હેશટેગ 'મેમ્બરશિપ કેમ્પેઈન 2024' લખ્યું હતું. જાડેજા ઘણી વખત તેમની પત્ની સાથે ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા છે. રીવાબા 2019માં ભાજપમાં જોડાયા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર કરશનભાઈ કરમુરને મોટા માર્જિનથી હરાવ્યા હતા. કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા ત્રીજા ક્રમે રહ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં સૌપ્રથમ સભ્યપદ લીધું હતું. તેમના પછી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત બીજેપીના ઘણા મોટા નેતાઓએ ફરીથી પાર્ટીની સદસ્યતા લીધી. અહેવાલો અનુસાર, ભાજપનું લક્ષ્ય પીએમ મોદી અને અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં 2 કરોડ પ્રાથમિક સભ્યો બનાવવાનું છે
35 વર્ષીય જાડેજાએ ભારત માટે 72 ટેસ્ટ, 197 ODI અને 74 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે છેલ્લે ટી20 વર્લ્ડ કપ 2024માં રમ્યો હતો. ભારતે વર્લ્ડ કપ જીત્યા પછી, રોહિત શર્મા, વિરાટ કોહલી અને જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જાડેજા બાંગ્લાદેશ શ્રેણીમાં એક્શનમાં જોવા મળી શકે છે. ભારતે 19 સપ્ટેમ્બરથી ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
