હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્ર સરકારની યોજનાનો ગેરલાભ લેવાનું કૌભાંડ પકડાયું
લાડકી બહિણ માટે એક જ મહિલાના ફોટો સાથે ૩૦ અરજી થઈઃ બધી સ્વીકારાઈ પણ ગઈ

મુંબઇ,તા. ૬: મહારાષ્ટ્ર સરકારની લાડકી બહિણ યોજનાનો ગેરલાભ લેવાનું કૌભાંડ પકડાયું છે. પનવેલની કચેરીને આ યોજના માટે ૩૦ અરજી મળી હતી. તપાસ કરતાં એમાંથી ૨૭ અરજદારનાં નામ એકસરખાં હતાં અને આધાર-નંબર જુદા-જુદા હતા. મહારાષ્ટ્ર સરકારની લાડકી બહિણ યોજનાનો લાભ લેવા માટે ખારઘરની ૨૭ વર્ષની પૂજા મહામુનિએ અરજી કરી ત્યારે ભોપાળું બહાર આવ્યું. પૂજાએ ૨૯ ઓગસ્ટે મોબાઇલ-નંબરથી લોગ-ઇન કર્યું ત્યારે તેની અરજી જમા થઈ ગઈ છે અને સ્વીકારી પણ લેવાઈ હોવાનો મેસેજ મળ્યો હતો. એટલે પૂજાએ પનવેલના ભૂતપૂર્વ કોર્પોરેટર નીલેશ બાવિસ્કર પાસે મદદ માગી. બાવિસ્કરે મેસેજમાં આવેલા મોબાઇલ-નંબર પર કોલ કર્યો અને OTP માગ્યો ત્યારે ૩૦ અરજદારનાં ફોર્મમાં એક જ મોબાઇલ-નંબર લખ્યો હોવાનું બહાર આવ્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે સાતારા જિલ્લાના ગઠિયાએ જુદી-જુદી ૩૦ અરજી કરી હતી અને એમાં ૩૦ વ્યક્તિના આધાર-નંબર જોડ્યા હતા. જોકે લાભાર્થી તરીકે એક જ મહિલાના જુદાં-જુદાં કપડાં પહેરેલા ફોટો ચોંટાડ્યા હતા. હવે આ માટે પોલીસ-ફરિયાદ થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
