<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

સિગ્નલ તોડવાથી ૪ ગણા મોત ડ્રાઇવિંગ દરમ્‍યાન વાત કરવાથી

ITI દિલ્‍હીમાં થયેલા એક અભ્‍યાસમાં ખુલાસો : વાહન ચલાવતી વખતે મોબાઇલ ઉપર વાત કરવી જીવલેણ : ૨૦૨૨માં દેશમાં માર્ગ અકસ્‍માતમાં ૬૧૦૩૮ના મોત : ૨૦૨૧માં ૫૬૦૦૦ : રાષ્‍ટ્રીય રાજમાર્ગો સૌથી વધુ લોહિયાળ

નવી દિલ્‍હી, તા.૬: વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ લોકો માટે સૌથી વધુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. IIT દિલ્‍હીના ટ્રાન્‍સપોર્ટ રિસર્ચ એન્‍ડ ઈન્‍જરી પ્રિવેન્‍શન સેન્‍ટર (TRIPC)ના એક અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ લાલ લાઈટો તોડવા કરતાં ચાર ગણા વધુ મળત્‍યુનું કારણ બને છે. અભ્‍યાસ અનુસાર, ૨૦૨૨માં દેશમાં માર્ગ અકસ્‍માતમાં ૬૧,૦૩૮ મળત્‍યુ થયા હતા, જ્‍યારે ૨૦૨૧માં ૫૬,૦૦૦ લોકોના મોત થયા હતા. આ અભ્‍યાસ રિપોર્ટ સેફ્‌ટી ૨૦૨૪ કોન્‍ફરન્‍સમાં રજૂ કરવામાં આવ્‍યો હતો. આ મુજબ, રાષ્‍ટ્રીય ધોરીમાર્ગો પર સૌથી વધુ અકસ્‍માતો થયા છે, જ્‍યાં પ્રતિ ૧૦૦ કિમીના અંતરે ૪૫ મળત્‍યુ થયા છે, જ્‍યારે રાજ્‍ય ધોરીમાર્ગો પર પ્રતિ ૧૦૦ કિમીના અંતરે ૨૩ મળત્‍યુ થયા છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના નેશનલ સ્‍ટ્રેટેજી ડોકયુમેન્‍ટ મુજબ, માર્ગ અકસ્‍માતને કારણે થતા મળત્‍યુ તમિલનાડુ, લદ્દાખ, તેલંગાણા, છત્તીસગઢ અને કર્ણાટકમાં સૌથી વધુ છે.

દેશના મોટા શહેરોની તુલનામાં જયપુરમાં માર્ગ અકસ્‍માતમાં સૌથી વધુ મળત્‍યુ થાય છે. અહીં દર એક લાખની વસ્‍તીએ ૧૯.૧૩ લોકો માર્ગ અકસ્‍માતમાં જીવ ગુમાવે છે. જ્‍યારે ચેન્નાઈમાં આ આંકડો ૧૧.૮૦ છે. બિહાર, છત્તીસગઢ, મધ્‍યપ્રદેશ અને આસામમાં ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૧ વચ્‍ચે માર્ગ અકસ્‍માતમાં મળત્‍યુદરમાં ૨૫ ટકાનો વધારો થયો છે.

સૌથી વધુ મોત ઓવરસ્‍પીડિંગને કારણે થાય છે

* ઝડપને કારણેઃ ૪૫,૯૨૮ મૃત્‍યુ

* ખોટી દિશાને કારણેઃ ૩,૫૪૪ મૃત્‍યુ

* માદક દ્રવ્‍યોના વ્‍યસનને કારણેઃ ૧,૫૦૩ મૃત્‍યુ

* મોબાઈલ ફોનના કારણેઃ ૧,૧૩૨ મૃત્‍યુ

* લાલ બત્તીના કારણેઃ ૨૭૧ મૃત્‍યુ

અન્‍ય કારણોઃ ૮,૬૬૦ મૃત્‍યુ

(૨૦૨૨ના આંકડા)

આ ઉકેલ

- રસ્‍તાઓની ડિઝાઇનમાં સુધારો.

- રસ્‍તાઓ પર પ્રકાશની પૂરતી વ્‍યવસ્‍થા.

- ટુ-વ્‍હીલર સવારો સારી ગુણવત્તાવાળા હેલ્‍મેટનો ઉપયોગ કરે તેની ખાતરી કરવી.

-ફોર વ્‍હીલર્સે વૈશ્વિક NCP ધોરણોને પૂર્ણ કરવા જોઈએ.

-રાજ્‍યોએ ડેટા સિસ્‍ટમમાં પ્રગતિ લાવવી પડશે.

(10:49 AM IST)