હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ૪૦ અગ્રણી નામોનો સમાવેશ : અમેઠીના સાંસદ કેએલ શર્માનું કદ વધ્યું : ગુજરાતથી ભરતસિંહ સોલંકીને સ્થાન

નવી દિલ્હી, તા.૬: કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ૪૦ અગ્રણી નામોનો સમાવેશ થાય છે. ત્રણ તબક્કામાં યોજાનારી આ ચૂંટણીમાં કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. ૧૮ સપ્ટેમ્બરથી મતદાન શરૂ થશે અને પરિણામ ૮ ઓક્ટોબરે આવશે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ આગામી જમ્મુપ્રકાશ્મીર વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ૪૦ મોટા નામ સામેલ છે. કોંગ્રેસે અમેઠીના સાંસદ કિશોરી લાલ શર્માને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા છે. શર્માની લોકસભા ચૂંટણીમાં જીત બાદ પાર્ટીમાં તેમનું કદ નોંધપાત્ર રીતે વધી ગયું છે.
કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારકોની યાદીમાં હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, પંજાબના પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્ની, રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટને પણ સામેલ કર્યા છે. આ સિવાય કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જયરામ રમેશ, અંબિકા સોની, અજય માકન, સલમાન ખુર્શીદ અને કન્હૈયા કુમારના નામ સામેલ છે.
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧૮ સપ્ટેમ્બરે થશે. કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે પ્રથમ તબક્કા માટે ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જમ્મુ-કાશ્મીરની ૯૦ સભ્યોની વિધાનસભા માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રણ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બર, ૨૫ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરે મતદાન થશે જ્યારે મતગણતરી ૮ ઓક્ટોબરે થશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. ૨૦૧૪ પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે, કારણ કે ૨૦૧૯ માં કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ નથી.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
