હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેટાના CEO માર્ક ઝુકરબર્ગે આ વર્ષે કમાણીમાં હુઆંગ - મસ્ક - બેજોસને પાછળ રાખી દીધા : હવે વિશ્વના નં. ૩
શ્રીમંતોની યાદીમાં મોટી ઉથલપાથલ

નવી દિલ્હી તા. ૬ : મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગે આ વર્ષની કમાણીમાં જેન્સન હુઆંગ, એલોન મસ્ક અને જેફ બેઝોસને પાછળ છોડી દીધા છે. આ ઉપરાંત, ઝકરબર્ગ હવે બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડીને વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. પહેલો નંબર પૌલિન એલિસન, બીજો એલોન મસ્ક અને બીજો નંબર જેફ બેઝોસનો છે. બર્નાર્ડ આર્નોલ્ટ હવે ચોથા સ્થાને સરકી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, માર્ક ઝકરબર્ગે આ વર્ષે તેમની નેટવર્થમાં ૫૫.૬ બિલિયન ડોલર ઉમેર્યા છે. જયારે, આ સમયગાળા દરમિયાન, ૧૮માં સૌથી ધનિક વ્યક્તિ, જેન્સન હુઆંગે ૫૦.૨ બિલિયન ડોલરની કમાણી કરી છે. કમાણીના મામલામાં લેરી એલિસન ત્રીજા સ્થાને છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ૩૪.૨ બિલિયન ડોલરનો વધારો થયો છે. વોરેન બફેટ ચોથા નંબર પર છે. આ વર્ષે તેની નેટવર્થ ૨૬.૭ બિલિયન ડોલર વધી છે.
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં આ વર્ષે ૨૧.૬ બિલિયન ડોલરનો ઉમેરો થયો છે જયારે જેફ બેઝોસે ૨૪ અબજ ડોલરની કમાણી કરી છે. જો આપણે ભારત વિશે વાત કરીએ તો, ગૌતમ અદાણી વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૧૬.૯ બિલિયન ડોલર અને મુકેશ અંબાણી ૧૬.૩ બિલિયન ડોલર ઉમેરવામાં સફળ થયા છે.
હાલમાં, વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ આ વર્ષે ૨૪.૫ બિલિયન ડોલર ઘટીને ૧૮૩ બિલિયન ડોલર થઈ ગઈ છે. આ વર્ષના ટોપ લૂઝર અબજોપતિ છે. તેમના પછી ઝાંગ શાનશાન આવે છે. તેમની સંપત્તિ પણ ૨૧.૯ બિલિયન ડોલર ઘટીને ૪૫.૮ બિલિયન ડોલર થઈ છે. એક સમયે તેઓ અદાણી-અંબાણીને હરાવીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા.
આજે એલોન મસ્ક બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં નંબર વન પર છે. તેમની કુલ સંપત્તિ ૨૫૧ અબજ ડોલર છે. ગુરૂવારે તેમની સંપત્તિમાં ૭.૬૯ બિલિયન ડોલરનો વધારો થયો છે. બીજા ક્રમના જેફ બેઝોસ પાસે હવે ૨૦૧ બિલિયન ડોલરની સંપત્તિ છે. તેમની સંપત્તિમાં ૪.૧૫ બિલિયન ડોલરનો વધારો થયો છે.
ત્રીજા નંબરે આવતા માર્ક ઝકરબર્ગની સંપત્તિ ૧૮૪ બિલિયન ડોલર છે. તેમની સંપત્તિમાં ૧.૪૨ બિલિયન ડોલરનો વધારો થયો છે. બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ ૫.૮૭ બિલિયન ડોલર ઘટીને ૧૮૩ બિલિયન ડોલર થઈ ગઈ. તેમના પછી બિલ ગેટ્સ (૧૫૮ બિલિયન ડોલર), લેરી એલિસન (૧૫૭ બિલિયન ડોલર), વોરેન બફેટ (૧૪૬), લેરી પેજ (૧૪૨), સ્ટીવ બાલ્મર (૧૪૨) અને સર્ગેઈ બ્રિન (૧૩૪) આવે છે. મુકેશ અંબાણી ૧૧૩ બિલિયન ડોલર સાથે ૧૧મા સ્થાને અને ગૌતબ અદાણી ૧૦૧ બિલિયન ડોલર સાથે ૧૪મા સ્થાને છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
