હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કલકત્તાકાંડમાં હવે ઈડીની એન્ટ્રી : સંદીપ ઘોષના અનેક સ્થળોએ દરોડા
૧૦૦ સભ્યોની ટીમે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું : CBI બાદ હવે ઈડીએ કેસ દાખલ કર્યો

નવી દિલ્હી તા. ૬ : ઈડીએ પヘમિ બંગાળની આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે સંબંધિત આરજી કાર હોસ્પિટલ કેસમાં ED અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ EDની ટીમો ઓછામાં ઓછા ૩ સ્થળોએ દરોડા પાડી રહી છે. EDની ટીમ હાવડા, સોનારપુર અને હુગલી પહોંચી ગઈ છે. હુગલીની એક જગ્યામાં આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નજીકના સંબંધીઓનું ઘર પણ સામેલ છે. સીબીઆઈ કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં એક ડોક્ટર સામે નિર્દયતાના કેસની તપાસ કરી રહી છે. તપાસ હેઠળ આવેલા પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ સીબીઆઈની કસ્ટડીમાં છે. સીબીઆઈએ કોર્ટમાં ૧૦ દિવસની કસ્ટડીની માંગણી કરી હતી પરંતુ કોર્ટે ૮ દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. સીબીઆઇ બાદ હવે EDએ પણ આ કેસ દાખલ કર્યો છે. ઈડી એ આ કાર્યવાહી પીએમએલએ કેસ હેઠળ કરી છે.
અહેવાલ છે કે ઘોષ અને તેના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલા અનેક સ્થળો પર ઈડી એ દરોડા પાડ્યા છે. આ ઉપરાંત ઈડીના અધિકારીઓ હોસ્પિટલના ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રસુન ચેટરજીના ઘરે પણ પહોંચ્યા છે. સીબીઆઈએ ઘોષની તેમના કાર્યકાળ દરમિયાન ગેરરીતિઓના આરોપસર ધરપકડ કરી હતી. તેને ૮ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અહીં પヘમિ બંગાળ સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.
સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવે તે પહેલા ઘોષની એજન્સીની સોલ્ટ લેક ઓફિસમાં ૧૫ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઈએ રેપ અને મર્ડર કેસના સંબંધમાં ટ્રેઈની ડોક્ટરની પૂછપરછ કરી હતી. ઉપરાંત હોસ્પિટલમાં આર્થિક ગેરરીતિઓ અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઘોષને બે વખત પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવવો પડ્યો હતો. ઇડી ઘોષની મની લોન્ડરિંગના આરોપમાં પણ તપાસ કરી રહી છે.
ઘોષે તેમના કાર્યકાળ દરમિયાન સંસ્થામાં નાણાકીય અનિયમિતતાઓનો આક્ષેપ કરતી અરજીમાં પક્ષકાર તરીકે અમલમાં મૂકવાની તેમની અરજીને નકારી કાઢતા કોલકાતા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે ૨૩ ઓગસ્ટે રાજય સરકાર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ પાસેથી કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવાનો આદેશ આપ્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
